ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે વિવાદ વકર્યો, મસ્કે કરી ડ્રેગન અવકાશયાન મિશનને બંધ કરવાની જાહેરાત

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના વડા ઇલોન મસ્ક વચ્ચે વિવાદ વકર્યો છે. જેમાં વન બિગ બ્યુટીફુલ બિલને લઈને બંને સામસામે આવી ગયા છે. મસ્કે આ બિલ વિશે કહ્યું હતું કે આ બિલ અમેરિકાને નાદારીના માર્ગે લઈ જશે. જેનાથી ટ્રમ્પ તેમના પર ગુસ્સે થયા છે.

ટ્રમ્પે નાસા અને ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથેના સરકારી કરાર રદ કરવા અંગે પણ નિવેદન આપ્યું છે. આના પર પ્રતિક્રિયા આપતા મસ્કે કહ્યું કે હવે સ્પેસએક્સ તાત્કાલિક તેના ડ્રેગન અવકાશયાન મિશનને બંધ કરશે. આ એ જ અવકાશયાન જેની મદદથી ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સને સફળતાપૂર્વક પૃથ્વી પર લાવવામાં આવ્યા હતા.

હવે તેમની મિત્રતા ભાગ્યે જ ટકશે

ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના વડા ઇલોન મસ્ક વચ્ચે શબ્દયુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. મસ્કે ટ્રમ્પના વન બિગ બ્યુટીફુલ બિલ વિશે ખરાબ વાતો કહ્યા પછી. ત્યારે ટ્રમ્પે કહ્યું કે હવે તેમની મિત્રતા ભાગ્યે જ ટકશે.

આના જવાબમાં, મસ્કે પણ પ્રહાર કર્યો છે તેમજ કહ્યું કે જો તે ન હોત તો ટ્રમ્પ ચૂંટણી જીતી શક્યા ન હોત. ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના આ વિવાદથી ટેસ્લાના શેરને મોટો ફટકો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લાને લગભગ 150 અબજ ડોલરનું નુકસાન થયું છે.

મેં મસ્કને ખૂબ મદદ કરી

ટ્રમ્પે કહ્યું કે હું ઇલોન મસ્કથી ખૂબ નિરાશ છું, કારણ કે તેણે રિપબ્લિકન ટેક્સ બિલનો વિરોધ કર્યો છે. મેં ઇલોન મસ્કને ખૂબ મદદ કરી છે. ઇલોન મસ્ક વ્હાઇટ હાઉસને યાદ કરે છે અને તે ટ્રમ્પ ડિરેન્જમેન્ટ સિન્ડ્રોમથી પીડાય છે.

આ રીતે વધ્યો વિવાદ

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના બે દિગ્ગજો વચ્ચેનો આખો વિવાદ વન બિગ બ્યુટીફુલ બિલ વિશે છે. જેને ટ્રમ્પ લાગુ કરવા માંગે છે. જોકે, બિલની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ મસ્ક કહે છે કે આ બિલ અમેરિકાના અર્થતંત્ર, ટેકનોલોજી ક્ષેત્ર અને સ્વતંત્રતા વિરુદ્ધ છે. મસ્કે સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સને ટ્રમ્પના આ બિલનો વિરોધ કરવા માટે અપીલ પણ કરી છે.

મસ્ક ઇલેક્ટ્રિક વાહન સબસિડી સમાપ્ત થવાથી ગુસ્સે

આ અંગે ગુરુવારે ટ્રમ્પે મીડિયા સામે મસ્કને લગતા પ્રશ્નોના જવાબ આપવાનું શરૂ કરતાં જ મસ્કે સોશિયલ મીડિયા પર પણ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. ટ્રમ્પે કહ્યું કે મસ્ક ઇલેક્ટ્રિક વાહન સબસિડી સમાપ્ત થવાથી ગુસ્સે છે. તેમને બિલનો ડ્રાફ્ટ પહેલાથી જ બતાવવામાં આવ્યો હતો. આના પર મસ્કે કહ્યું કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે.

આ પણ વાંચો….‘કોઈપણ કિંમતે જવાબ આપવો પડશે’ પુતિન યુક્રેન સાથે બદલો લેવા મક્કમ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button