ટ્રમ્પના નજીકના સહયોગી ચાર્લી કિર્કનું દુ:ખદ અવસાન, યુનિવર્સિટી ડિબેટ દરમિયાન થઈ હતી ફાયરિંગ…

કન્ઝર્વેટિવ યુવા જૂથ ટર્નિંગ પોઈન્ટ યુએસએના સ્થાપક અને સીઈઓ ચાર્લી કિર્ક અમેરિકાના રાજકીય ક્ષેત્રમાં જાણીતા વ્યક્તિ હતા.
તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના મિત્ર તરીકે ઓળખાતા હતા અને યુવાનોમાં કન્ઝર્વેટિવ વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે જાણીતા હતા. ઉલ્લેખીય છે કે, એક કાર્યક્રમ દરમિયાન થયેલી દુઃખદ ઘટનાએ આખા દેશને આઘાત પહોંચાડ્યો છે.

બુધવારે યુટા વેલી યુનિવર્સિટીમાં ટર્નિંગ પોઈન્ટ તરફથી આયોજિત ડિબેટ કાર્યક્રમમાં ચાર્લી કિર્ક ભાષણ આપી રહ્યા હતા ત્યારે કાર્યક્રમમાં ફાયરિંગ થઈ હતી. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે થયા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
પરંતુ ડોક્ટરોની ટીમ તેમને બચાવી શકી નહીં. અધિકારીક સુત્રો પ્રમાણે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, જોકે તેની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી.

આ કાર્યક્રમ પહેલાંથી જ વિવાદાસ્પદ હતો અને કેટલાક લોકો તેના વિરોધમાં હતા. યુનિવર્સિટી વહીવટને કાર્યક્રમ રદ્દ કરવા માટે ઓનલાઈન પિટિશનમાં લગભગ 1,000 લોકોએ હસ્તાક્ષર કર્યા હતા.
જોકે, યુનિવર્સિટીએ તેને રદ્દ કરવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તે અમેરિકન બંધારણના પ્રથમ સુધારા હેઠળ સ્વતંત્ર અભિવ્યક્તિ અને વાર્તાલાપની આઝાદી સાથે જોડાયેલું છે.

ટ્રમ્પની પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાર્લી કિર્કના મોતની જાણકારી આપી અને તેમના સન્માનમાં દેશભરના તમામ રાષ્ટ્રીય ધ્વજને અર્ધા નમાવવાનો આદેશ આપ્યો.
ટ્રમ્પે લખ્યું કે ચાર્લી અમેરિકાના યુવાનોને સમજનારા અને હૃદયવાન વ્યક્તિ હતા, જેમને બધા પ્રેમ કરતા હતા. તેઓએ કિર્કની પત્ની એરિકા અને પરિવારને સાંત્વના આપી અને કહ્યું કે તેઓ હંમેશા યાદ રહેશે.
આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે આપ્યો મોટો ઝટકો: બળાત્કાર કેસમાં મહિલાને કરોડોનું વળતર ચૂકવવાનો આદેશ…