ઇન્ટરનેશનલનેશનલ

મિડલ ઈસ્ટના હવાઈ ક્ષેત્રમાં થઈ ગરબડ, ડીજીસીએ કરી મોટી તાકીદ

નવી દિલ્લી: મિડલ ઈસ્ટના હવાઈ ક્ષેત્રોમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) અનેક વખત જામ અને સ્પૂફિંગ (એક પ્રકારની તકનીકી ખરાબી) થયાની અનેક ઘટના જાણવા મળી છે. આ ઘટનાઓમાં વધારો આવતા નાગરિક ઉડ્ડયન નિયમનકાર (ડીજીસીએ)એ ભારતની દરેક એરલાઇન્સ માટે સર્ક્યુલર જારી કર્યો છે. આ સર્ક્યુલર એરલાઇન્સને આવતા જોખમ વિશે જાણ કરવી અને આ મામલે પ્રતિક્રિયા આપી અલર્ટ કરવા માટે જારી કરવામાં આવ્યું છે.

નાગરિક ઉડ્ડયન નિયમનકારે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે નવા જોખમો અને ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમમાં ટેક્નિકલ ખરાબીને કારણે એવિએશન ઇંડસ્ટ્રી અનિશ્ચિતાઓનો સામનો કરી રહી છે. ચાલુ વર્ષના સપ્ટેમ્બરના અંતમાં ઈરાન નજીક અનેક કમર્શિયલ ફ્લાઇટ્સ નેવિગેશન સિસ્ટમ જામ થતાં બંધ કરી હતી, જેમાંથી એક ફ્લાઇટ સ્પૂકિંગનો ભોગ બનતા મંજૂરી વિના ઈરાનના એરસ્પેસમાં પહોચી ગઈ હતી. ડીજીસીએની સમક્ષ મિડલ ઈસ્ટના હવાઈ ક્ષેત્રોના નેવિગેશનમાં આવતી ખામીઓનો ઉકેલ લાવવા એવિએશન ઇંડસ્ટ્રીથી જોડાયેલી કંપનીઓએ આ મુદ્દા અંગે ગંભીરતા દાખવી હતી.

ડીજીસીએ મુજબ ઉત્તર ઈરાક અને અજરબૈજાન સૌથી વ્યસ્ત એરસ્પેસ છે. મિડલ ઈસ્ટના હવાઈ ક્ષેત્રોમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી થતાં એરબિલ પાસે અનેક વિમાનોના જીપીએસ સિગ્નલને ટ્રેક કરવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. આ વર્ષે સપ્ટેમ્બર માહિનામાં 12 આવી ઘટનાઓ બની હતી, જેમાં આ મહિનાના 20 નવેમ્બરે તુર્કી (તુર્કસ્તાન)ના અંકારા પાસે બની હતી.

એક અધિકારીએ જણાવ્યુ હતું કે આ મામલે કોઈને પણ હજી સુધી જવાબદાર ગણાવવામાં આવ્યા નથી. આવી ઘટના મિલિટરી ઈલેક્ટ્રોનિક વોરફેયર સિસ્ટમને લીધે નેવિગેશન સિસ્ટમમાં તકનીકી ખામીઓ થવાની શક્યતા છે. સાથે જ આ સર્ક્યુલરમાં આ મામલે નજર રાખવા અને જોખમથી બચવા એક નેટવર્ક પણ સ્થાપિત કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…