ભારતીયોને ‘ગંધાતા’ કહેનારા AI હેડને કંપનીએ કાઢી મૂક્યો, શું કરી હતી વાંધાજનક કોમેન્ટ?

સાન ફ્રાન્સિસ્કો: ભારતીયોને નબળા ગણવાની માનસિકતા વિદેશીઓને હંમેશા ભારે પડી છે. તાજેતરમાં જ તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. ભારતીયોને ‘ગંધાતા’ કહેનારા એક કંપનીના હેડને કંપનીએ કાઢી મૂક્યો છે. એક AI કંપનીના હેડની એક વાંધાજનક કોમેન્ટ બાદ આ એક્શન લેવાઈ છે. આવો જાણીએ સમગ્ર મામલો શું છે.
કલ્પના કરો ગંધ કેવી હશે
અમેરિકાના શહેર સાન ફ્રાન્સિસ્કો ખાતે એક હેકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના ભારતીય અને દક્ષિણ એશિયાના સમુદાયોના લોકોએ ભાગ લીધો હતો. Taylor નામના એક એક્સ હેન્ડલ પર આ હેકાથોનનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેને એલએલએમ ટૂલ બનાવનારી ક્લાઇન કંપનીના AI હેડ નિક પાશે શેર કરીને એવી કોમેન્ટ કરી જેના લીધે વિવાદ સર્જાયો છે.
ક્લાઇન કંપનીના AI હેડ નિક પાશે ફોટો શેર કરીને લખ્યું હતું કે, “કલ્પના કરો ગંધ કેવી હશે” આ કોમેન્ટ વિવાદનું કારણ બની છે. નિક પાશની આ કોમેન્ટને સોશિયલ મીડિયા યુઝર્સે ભારતીય અને દક્ષિણ સમુદાયોને નિમ્ન કક્ષાના દર્શાવનારી ગણાવી છે. કેટલાક યુઝર્સે તેને નક્સલીય પૂર્વગ્રહ સાથે જોડાયેલી ગણાવી છે.
નિક પાશે માફી ન માંગી
નિક પાશની આ કોમેન્ટને ભારતીય અને દક્ષિણ એશિયાના સમુદાયોના અપમાન અને નક્સલવાદી ગણીને ક્લાઇન કંપનીએ એક્શન લીધા છે. ક્લાઇન કંપનીએ નિક પાશની નોકરીમાંથી કાઢી મૂક્યો છે. જોકે, નિક પાશે પોતાની આ કોમેન્ટને લઈને માફી માંગવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.
ભારતીયોના અપમાન માટે વપરાતું વાક્ય
ઉલ્લેખનીય છે કે, “કલ્પના કરો ગંધ કેવી હશે”(imagine the smell) આ વાક્યાંશ 2010ના દાયકામાં રેડિટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિય બન્યું હતું. જે કેટલાક સમુદાયોનું અપમાન કરવાનો એક સરળ રસ્તો બની ગયું છે. ખાસ કરીને તેને ભારતીય અને દક્ષિણ એશિયાના સમુદાયો પ્રત્યે ઘૃણા ફેલાવવા અને ખરાબ પૂર્વગ્રહ બાંધવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે.



