ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે CM ભૂપેન્દ્ર પટેલે વિદેશ મંત્રાલયને કરી રજુઆત

અમદાવાદ: કિર્ગિસ્તાનમાં સ્થાનિકો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ અને હિંસાની ઘટનાને લઈને રાજધાની બિશ્કેકમાં હાલ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતી સર્જાઈ છે. ઇજિપ્તના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ વકરતી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનમાં ફસાયા છે. એક અનુમાન મુજબ હાલમાં કિર્ગિસ્તાનમાં 17 હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે વિદેશ મંત્રાલયને રજુઆત કરી હતી.

છેલ્લા એક સપ્તાહથી ફસાયેલા ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન છોડી ભારત પરત ફરી રહ્યા છે. ભોજન-પાણીની તંગી વચ્ચે હિંસાથી બચવા માટે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ હિંસામાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના વિદ્યાર્થીઓ પર ત્યાંના સ્થાનિકો સતત હુમલો કરી રહ્યા છે.

આ પણ વાંચો: Mexico Stage collapse: મેક્સિકોમાં ચૂંટણી પ્રચાર રેલીમાં મંચ તૂટ્યોઃ નવનાં મોત, 54 ઘાયલ

અહીં વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનથી સ્વદેશ આવવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા પણ તેમની ફ્લાઇટ હોલ્ડ કરી દેવતા ભારે નિરાશા જોવા મળી હતી. અહીં તેમને પરત નિવાસસ્થાને મોકલી દેવાયા હતા. જો કે યુનિવર્સિટી દ્વારા ખાવા-પીવાથી લઇ તમામ વસ્તઓની બને તેટલી મદદ અપાઇ રહી છે.આવા માહોલ વચ્ચે, વિદ્યાર્થીઓ ભારતીય એમ્બેસી વચ્ચે મદદની ગુહાર લગાવી રહ્યા છે અને ભારત સરકાર તેમને પરત લાવવામાં મદદ કરે તેવી માગ કરી રહ્યા છે.

ગઈકાલે સુરતની રીયા લાઠીયા નામની એક વિદ્યાર્થિએ વીડિયોના માધ્યમથી ત્યાંથી વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપ્યો હતો. ત્યારે હવે રીયાની માતાએ દીકરીને પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર અત્યાચાર થઈ રહ્યાં છે. સુરતની રિયા લાઠીયા અનેક વિદ્યાર્થીઓ સાથે કિર્ગિસ્તાનમાં ફસાઈ છે. ત્યારે રિયાએ કિર્ગિસ્તાનની સ્થિતિ માતા તથા પરિવારજનોને જણાવી હતી.

રિયા લાઠીયા MBBSના બીજા વર્ષમાં છે, હાલ ત્યાં ખુબ જ મુશ્કેલી છે. લાઈટ નથી, ખાવાનું મળતું નથી. બારી પર ગોળીબાર થાય છે. તેથઈ રિયાના માતાએ મોદી સરકારને વિનંતી કરી કે, તેમની દીકરીને પરત લાવવામાં આવે. રિયાનો સમગ્ર પરિવાર હાલ અહીં ચિંતામાં છે. તેઓ સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેમની દીકરીને પરત લાવવામાં આવે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી રજુઆત
આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાનમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિ રાજકુમારને સુચનાઓ આપી છે. કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના 100 જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન કરવા જણાવ્યું હતું.

મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કિર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી. કિર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા તેમને જણાવાયું છે.

આ પણ વાંચો: Ebrahim Raisi નું નિધન ભારત માટે મોટો ઝટકો? ઈરાન સાથે મિત્રતા કેવી રીતે આગળ વધશે

બે હેલ્પલાઈન નંબર જાહેર
કિર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર 055710041 અને 055005538 પણ 24×7 કાર્યરત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button