
બેઇજિંગઃ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કંઈક એવું કહ્યું છે જેનાથી ચોક્કસપણે ઈઝરાયલનું દિલ દુભાયુ છે. ઈઝરાયલને સલાહ આપતાં તેમણે કહ્યું છે કે ગાઝા પર હુમલા બંધ કરવામાં આવે. વાંગ યીએ ગાઝામાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલે “સ્વ-રક્ષણની સીમાઓ” વટાવી દીધી છે. ગાઝાના લોકોને આપવામાં આવી રહેલી “સામૂહિક સજા” હવે બંધ થવી જોઈએ.
અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને શનિવારે વાંગ યી સાથે વાત કરી હતી. તેમણે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને મોટા યુદ્ધમાં ફેરવાતા રોકવા માટે બેઇજિંગનો સહયોગ માંગ્યો હતો. ચીનના વિદેશ પ્રધાને ત્યારબાદ કહ્યું હતું કે ગાઝામાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી “સ્વ-બચાવના પરિઘની બહાર” થઈ ગઈ છે. ઇઝરાયલી સરકારે “ગાઝાના લોકોને સામૂહિક સજા કરવાનું બંધ કરવું જોઈએ”.
ચીનના વિદેશ પ્રધાને સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન સાથે વાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલયના એક નિવેદન અનુસાર, વાંગ યીએ શનિવારે તેમના સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન પ્રિન્સ ફૈઝલ બિન ફરહાદ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે ઈઝરાયલ વિશે આ ટિપ્પણી કરી હતી. વાંગ યીએ સાઉદી વિદેશ પ્રધાનને કહ્યું હતુંકે, “બધા પક્ષોએ પરિસ્થિતિને બગાડવાને બદલે સુધારવા માટે કોઈ પગલાં લેવા જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવું જોઈએ.”
ચીનના રાજદૂત ઝાઈ જૂન ઈઝરાયલ-હમાસ સંઘર્ષને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ અને શાંતિ વાટાઘાટો માટે દબાણ કરવા માટે આવતા અઠવાડિયે મધ્ય પૂર્વની મુલાકાત લેશે. શુક્રવારે, ચીની વિદેશ પ્રધાને કહ્યું હતું કે ઇઝરાયલ-પેલેસ્ટિનિયન સંઘર્ષને ઉકેલવાનો સાચો રસ્તો એ છે કે “બે-રાજ્યના ઉકેલ” ને આગળ વધારવો અને શક્ય તેટલી વહેલી તકે શાંતિ મંત્રણા ફરી શરૂ કરવી.
યુનાઈટેડ નેશન્સે પેલેસ્ટાઈન સમસ્યાના ઉકેલ માટે તેની યોગ્ય ભૂમિકા ભજવવી જોઈએ.” આ અઠવાડિયાની શરૂઆતમાં ચીને કહ્યું હતું કે ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષનો ઉકેલ બે રાજ્યના ઉકેલમાં રહેલો છે. એક સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના થવી જોઈએ.