ચીનનો માનવજાત માટે ક્રાંતિકારી આવિષ્કાર, હવે 150 કિમી પ્રતિકલાકની ઝડપે ઊંડી શકશે માનવી…

બેઇજિંગઃ વિકાસમાં ચીન ઘણું આગળ વધી ગયું છે. ચીન અન્ય દેશો કરતા કેટલાય વર્ષ આગળ જીવી રહ્યું છે. અહીં ટેક્નોલોજીએ ચીનને વધારે સમુદ્ધ બનાવ્યું છે. ફરી એકવાર ચીને એક એવી શોધ કરી છે જેનાથી સૌ કોઈ ચોંકી ગયાં છે. ચીને માનવજાત માટે એક અદ્ભૂત આવિષ્કાર કર્યો છે. ચીનના વૈજ્ઞાનિકોએ એવું ઉડતું બેકપેક બનાવ્યું છે, જેના કારણે કોઈ પણ માણસ 100થી 150 કિમી પ્રતિકલાકની ઝડપે ઉડી શકશે. આ આવિષ્કાર માનવજાત માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ શોધ પૃથ્વી પરના માણસની જીવન બદલી દેશે.
ચીને પરિવહનમાં એક નવા માર્ગનો આવિષ્કાર કર્યો
મહત્વની વાત એ છે કે, આનાથી, ન તો કોઈ વ્યક્તિ ભારે ટ્રાફિકમાં પોતાનો સમય બગાડશે અને ન તો તેને પોતાની મુસાફરીમાં આવા અવરોધોનો સામનો કરવો પડશે. એટલું જ નહીં પરંતુ હવે પરિવહનમાં એક નવા માર્ગનો આવિષ્કાર થયો છે. રેલ પરિવહન, જમીન પરિવહન, હવાઈ પરિવહન અને દરિયા પરિવહન બાદ હવે આ એક નવા પરિવહનનો આવિષ્કાર માનવીને વધુ ઝડપી બનાવી દેશે. આ ઉડતું બેકપેક 1500 મીટર ઊંચાઈ સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે. આ સમાચાર અત્યારે દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. દરેક વ્યક્તિ આ ઉડતા બેકપેક વિશે જાણવા માટે પ્રયત્ન કરી રહી છે.

કેવી રીતે કામ કરે છે ઉડતા બેકપેક?
આ ઉપકરણ એક ફ્લાઈંગ બોર્ડ છે. વપરાશકર્તા તેના પર ઊભો રહે છે અને તેના શરીરના સંતુલનથી તેને નિયંત્રિત કરે છે
ફ્લાઈંગ બોર્ડના નીચલા-મધ્ય ભાગમાં પાંચ નાના ટર્બો-જેટ એન્જિન લગાવવામાં આવ્યાં છે
વપરાશકર્તા શરીરના સંતુલન અને નિયંત્રણ ઉપકરણો દ્વારા ફ્લાઇટને નિયંત્રિત કરી શકે છે.
ઉડતા બેકપેકની અન્ય વિશેષતાઓ અને મર્યાદાઓ
આ ઉપકરણ સાથે કોઈ પણ વ્યક્તિ આશરે 80 કિલો વજન લઈને ઉડી શકે છે. ફ્લાઇટ રેન્જ આશરે 100 કિમીની છે. આની મહત્તમ ઝડપ 100 થી 150 કિમી/કલાક રાખવામાં આવી છે. હાલમાં આ બેકપેકને સંશોધન, વિકાસ અને વિશિષ્ટ કાર્યો માટે રાખવામાં આવ્યું છે. આ ઉપકરણ આપદા માટે, રાહતકાર્ય માટે અને પહાડી ક્ષેત્રમાં પહેંચવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપકરણ ભવિષ્યમાં હવાઈ મોબિલિટીની દિશામાં ક્રાંતિકારી શોધ સાબિત થશે. મર્યાદાની વાત કરવામાં આવે તો, ફ્લાઇટ નિયંત્રણ, સ્થિરતા, સલામતી ધોરણો, લાઇસન્સિંગ અને એર-કન્ડિશન્ડ નિયમો હજુ સંપૂર્ણ રીતે વિકસિત થયા નથી. જેના કારણે અડચણો આવી શકે છે.



