ચીનની ડિફેન્સ સિસ્ટમ અમેરિકાને આપશે ટક્કર, ભારત માટે છે ચિંતાની વાત…
Zhuhai Airshow 2024: ચીન તેના સૈન્ય શક્તિ પ્રદર્શનને લઈ હવે વધારે આક્રમક થઈ રહ્યું છે. 12 નવેમ્બરથી ઝુહાઈમાં(Zhuhai Airshow) શરૂ થઈ રહેલા 15માં એરોસ્પેસમાં ચીન તેની નવી ડિફેન્સ સિસ્ટમ એચક્યૂ-19ને (HQ-19 surface to air missile system) વિશ્વ સમક્ષ રજૂ કરશે. ચીનની આ સિસ્ટમ અમેરિકાની થાડ અને રશિયાની એસ-400 જેવી શ્રેષ્ઠ ડિફેન્સ સિસ્ટમ સમકક્ષ ગણવામાં આવી રહી છે. ચીનની આ આધુનિક સિસ્ટમે અમેરિકા અને ભારત જેવા દેશોની ચિંતા વધારી દીધી છે.
આ પણ વાંચો : શું રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ જશે? ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર થયા પુતિન
રિપાર્ટ પ્રમાણે, એચક્યૂ-19માં બહુ-સ્તરીય હુમલાને રોકવાની તાકાત છે. આ સિસ્ટમ યુદ્ધના સમયે ખૂબ અસરકારક બની શકે છે. તેમાં અમેરિકાની થાડ સિસ્ટમ જેવી હિટ ટૂ કીલ ટેકનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દુશ્મનની બેલાસ્ટિક મિસાઈલને ઓળખીને તેને હવામાં જ તોડી પાડવામાં સક્ષમ છે.
ભારતને નવા પડકારનો સામનો કરવો પડી શકે છે
તાજેતરમાં અમેરિકાએ થાડને ઇઝરાયેલમાં તૈનાત કરી હતી, તેના કારણે ઇઝરાયેલની સુરક્ષા વ્યવસ્થાને મજબૂતી મળી હતી. બીજી તરફ ચીનની આ નવી ડિફેન્સ સિસ્ટમના કારણે ભારતના ડિફેન્સ એક્સપર્ટમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ભારતીય સેનાએ બ્રહ્મસોસ અને અગ્નિ-5 જેવી શક્તિશાળી મિસાઇલો વિકસિત કરી છે. ચીનની ડિફેન્સ સિસ્ટમ એચક્યૂ-19ના આગમનથી ભારતને એક નવા પડકારનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં આટલા વર્ષના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશમાં આવ્યો પ્રતિબંધ, જાણો શા માટે…
નવી ડિફેન્સ સિસ્ટમને લઈ શું કહે છે નિષ્ણાતો
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ચીનની આ નવી ડિફેન્સ સિસ્ટમનો હજુ સુધી તેનો યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાથી તે કેટલી કારગર છે તે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં નવી સિસ્ટમના આગમનને ભારત માટે એક સંભવિત પડકાર તરીકે જોવામાં આવે છે.