ઇન્ટરનેશનલ

ચીનની મહિલાએ એક દિવસમાં 6 કોસ્મેટિક સર્જરી કરાવી, ભોગવું પડ્યું ગંભીર પરિણામ

ચીનમાં વધી રેહેલા કોસ્મેટિક સર્જરીના ટ્રેન્ડ અને તેને કારણે ઉભા થતા સ્વાસ્થ્ય જોખમનો મુદ્દો હાલ ચર્ચામાં છે. કોસ્મેટિક સર્જરીને કારણે મહિલાનું મોત (Woman died in China after cosmetic surgeries) થયું હતું. ગુઆંગસી પ્રાંતના ગુઇગાંગના ગ્રામીણ વિસ્તારની લિયુ નામની મહિલાએ એક જ દિવસમાં છ કોસ્મેટિક સર્જરી કરાવી હતી, જેના કારણે તેનું મોત થયું હતી.


Aslo read: ટ્રમ્પને મળી ગયો તેમનો અજીત ડોભાલ, માઈક વોલ્ટ્ઝ બન્યા NSA


લોન લઈને કરાવી સર્જરી: ચીનના એક અખબારના અહેવાલ અનુસાર, 9 ડિસેમ્બર, 2020 ના રોજ લિયુ દક્ષિણ ચીનના નેનિંગ પહોંચી હતી, તેણે કોસ્મેટિક સર્જરીના ખર્ચ માટે 40,000 યુઆન (US$5,600) ની લોન લીધી હતી. પ્રથમ રાઉન્ડમાં ડબલ આયલીડ અને નાકની સર્જરી કરવામાં આવી, જે પાંચ કલાક સુધી ચાલી હતી. આ પછી બીજા દિવસે સવારે વધુ સર્જરી કરવામાં આવી, જેમાં થાઈ લિપોસક્શન દ્વારા કાઢવામાં આવેલી ચરબીને તેના ચહેરા અને સ્તનોમાં ઇન્જેક્ટ કરવામાં આવી.

ઓટોપ્સીમાં જાણવા મળ્યું મોતનું કારણ: 11 ડિસેમ્બરે ડિસ્ચાર્જ થયાના થોડા સમય બાદ લિયુ ક્લિનિકની લિફ્ટમાં પડી ગઈ હતી. ક્લિનિક સ્ટાફે તેને સંભાળવાનન કોશિશ કરી, પરંતુ તેની સ્થિતિ ઝડપથી બગડી. તેને સેકન્ડ નેનિંગ પીપલ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઓટોપ્સીમાં મૃત્યુનું કારણ પલ્મોનરી એમબોલિઝમના કારણે શ્વસન તંત્ર ફેઈલ થવાનું જાહેર થયું, જે લિપોસક્શનને કારણે થયું હતું.

પરિવારે માંગ્યું વળતર: જવાબમાં, લિયુના પરિવારે નેનિંગ સિટીની જિઆંગનાન ડિસ્ટ્રિક્ટ પીપલ્સ કોર્ટમાં દાવો દાખલ કર્યો, જેમાં વળતર તરીકે 1.18 મિલિયન યુઆન (US$168,000)ની માંગણી કરી. તેના પતિએ કહ્યું, “ક્લીનિકે મને વળતર તરીકે 2,00,000 યુઆન ઓફર કર્યા. મેં કહ્યું કે મૃત્યુ માટે ઓછામાં ઓછા એક મિલિયન યુઆન આપવા જોઈએ.”


Also read: કેનેડામાં હિંદુઓ સુરક્ષિત નથી! ખાલિસ્તાનીઓની ધમકી બાદ મંદિરમાં આયોજિત કાર્યક્રમ રદ


કોર્ટે શરૂઆતમાં ક્લિનિકને સંપૂર્ણ રીતે જવાબદાર ઠેરવ્યું, અને એક મિલિયન યુઆનથી વધુના વળતરનો આદેશ આપ્યો હતો. જો કે, ક્લિનિકે દલીલ કરી કે લિયુને કોસ્મેટિક સર્જરી સાથે સંકળાયેલા જોખમોની જાણ હતી. કોર્ટે ક્લિનિકના પાસે ડોક્યુમેન્ટ માંગ્યા, જે ક્લિનિક ના આપી શક્યું. ચુકાદામાં આંશિક રીતે સુધારો કરવામાં આવ્યો. અદાલતે આખરે લિયુના પરિવારને 5,90,000 યુઆનનું વળતર અપાવ્યું.

આ ઘટનાએ ચીનમાં કોસ્મેટિક સર્જરીની વધતી માંગ અને દર્દીની સલામતીને સુનિશ્ચિત કરવા માટે કડક નિયમનની જરૂરિયાત વિશે ચર્ચાને વેગ આપ્યો છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button