ચીને તાઇવાન આસપાસ તૈનાત કર્યા જહાજ અને સૈનિકો, વધી શકે છે તણાવ
બેઇજિંગઃ ચીનની સેના તાઇવાન આસપાસ મોટા પાયે સૈન્ય ગતિવિધને અંજામ આપી રહ્યું છે. ચીનની સેના આ ક્ષેત્રમાં ભલે એક્ટિવ ન હોય પરંતુ તેણે સૈનિકો અને જહાજો તૈનાત કરી દીધા છે. ચીન બે કરોડ 30 લાખ લોકોની વસતી ધરાવતાં તાઇવાનને પોતાનો વિસ્તાર માને છે અને તાઇવાન સાથે અન્ય દેશોના સંબંધો પર પણ વાંધો ઉઠાવે છે. આ દરમિયાન તાઇવાનના અધિકારીઓએ કહ્યું કે, ચીન જહાજ તૈનાત કરીને નાકાબંધી કરી રહ્યું છે.
સેના ખુદ લે છે ફેંસલો
ચીનના રક્ષા મંત્રાલયે અત્યાર સુધી આ ગતિવિધિ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ચીનના રક્ષા મંત્રાલયના ટોચના પ્રવક્તા વૂ કિયાને તેમના નિવેદનમાં કહ્યું, યુદ્ધની રણનીતિ સાથે જોડાયેલા એક પ્રાચીન ચાઇનીઝ ગ્રંથ ધ આર્ટ ઑફ વૉરના ઉદાહરણનો ઉલ્લેખ કરી કહ્યું સૈન્ય રણનીતિ બદલાતી પરિસ્થિતિ મુજબ જ ઢળી જાય છે. સેના તેમની જરૂરિયાત અને સ્થિતિના આધારે અભ્યાસ કરવાનો નિર્ણય લે છે.
આ પણ વાંચો : ચીનમાં નાપાસ થયેલા વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરી 8 લોકોની હત્યા કરી, 17 ઘાયલ
શું બોલ્યા તાઇવાનના અધિકારી
તાઇવાનના અધિકારીએ ચીન તરફથી આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી ન હોવાથી ટ્રેનિંગ ગણાવી કહ્યું તેઓ યુદ્ધનો અભ્યાસ કરી રહ્યા છે. તેને ધમકીના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
વધી શકે છે તણાવ
તાઇવાન એક સ્વશાસિત ટાપુ છે અને ચીન તેમનો વિસ્તાર હોવાનો દાવો કરે છે. તાજેતરના વર્ષોમાં આ મુદ્દે તણાવ વધ્યો છે. ચીને તાઇવાન આસપાસ સમુદ્ર અને હવાઇ વિસ્તારમાં પોતાની હાજરી વધારી દીધી છે.