
બેઇજીંગઃ ચીન એક એવો રહસ્યમય દેશ છે કે એ શું કરે છે એની દુનિયાના કોઇ દેશોને ખબર નથી હોતી. તે દુનિયા સાથે કોઇ માહિતી શેર કરતો નથી. હવે કેટલાક વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે ચીન ચંદ્ર પર શસ્ત્રોનું પરિક્ષણ કરી રહ્યું છે. જોકે, આ વાત ચીને તો એકદમ ખોટી છે કરીને નકારી કાઢી છે, પણ દુનિયાના વૈજ્ઞાનિકો તેમના દાવામાં મક્કમ છે. અવકાશ વૈજ્ઞાનિકે મોટો દાવો કર્યો છે કે જ્યારે ચાઈનીઝ રોકેટ ચંદ્ર પર અથડાયું ત્યારે એક નહીં પરંતુ બે ક્રેટર (ખાડા) પડ્યા હતા.
રોકેટથી તો માત્ર એક જ ખાડો પડે, પરંતુ બે નવા ખાડાઓને એકસાથે જોતા એવું લાગે છે કે આ બે ખાડા ચીની રોકેટના કારણે બન્યા હતા, જેમાં કોઈ અજાણ્યા હથિયાર રાખવામાં આવ્યા હતા. અથવા તેમાં કોઈ અલગ પ્રકારનો પેલોડ હતો, જે રોકેટથી અલગ થઈ ગયો અને તેણે એક નવો ખાડો બનાવ્યો.
વાસ્તવમાં, ગયા વર્ષે મેમાં, અમેરિકાના LRO એટલે કે લુનર રિકોનિસન્સ ઓર્બિટરએ ચંદ્રની તસવીર મોકલી હતી. આમાં એક સાથે બે નવા ખાડાઓ દેખાયા હતા. ક્રેટર્સની આસપાસ રોકેટના ટુકડાના કોઈ પુરાવા મળ્યા નથી. વૈજ્ઞાનિકો સમજી શકતા નથી કે રોકેટના એક ભાગની ટક્કરથી બે ક્રેટર કેવી રીતે બન્યા?
અવકાશયાત્રી બિલ ગ્રે આ ખાડાઓ શોધનાર પ્રથમ હતા. ચીનના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો આ ઘટનાને સ્પષ્ટપણે નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે 2014માં ચંદ્ર પર પહોંચેલા ચાંગે 5-ટી1 મિશનનું રોકેટ તે જ વર્ષે વાતાવરણમાં બળી ગયું હતું. તેમના રોકેટના કારણે આ ખાડાઓ બન્યા નથી.
એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર નાસાના ઓછામાં ઓછા 47 રોકેટ અને તેના ભાગો ચંદ્ર પર આવી ગયા છે, પરંતુ આમાંથી કોઈ પણ ઘટનામાં અથડામણને કારણે બાજુબાજુમાં બે ખાડાઓ બન્યા નથી.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે એ પણ શક્ય છે કે ચીન ચંદ્ર પર કોઈ પ્રકારના હથિયારનું પરીક્ષણ કરી રહ્યું છે. પણ દુનિયાને કદાચ આ માહિતી ક્યારેય નહીં મળે. કારણ કે ચીન આ માહિતી ક્યારેય દુનિયા સાથે શેર કરશે નહીં.