ઇન્ટરનેશનલ

ચીને આધુનિક પ્રોટોટાઇપ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું…

નવી દિલ્હી : ચીન દ્વારા આધુનિક પ્રોટોટાઇપ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. ચીનની આ હાઇપરસોનિક મિસાઇલ Mach-5 ગતિએ ઉડતી વખતે પોતાનો આકાર બદલી શકે છે. જે અવાજની ગતિ કરતા પાંચ ગણી ઝડપી છે. જેના લીધે મિસાઇલ ઘાતક બને છે. કારણ કે વિશ્વની સૌથી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તેને રોકવી અશક્ય બની શકે છે.

હાઇપરસોનિક મિસાઇલ અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી

ચીનની નવી હાઇપરસોનિક મિસાઇલ અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં રિટ્રેક્ટેબલ પાંખોની જોડીનો સમાવેશ થાય છે. જ્યારે મિસાઇલ મહત્તમ ગતિએ પહોંચે છે ત્યારે આ પાંખો પાછી ખેંચાય છે. તેમજ તે હવાના ઘર્ષણને ઘટાડે છે અને ગતિમાં વધારો કરે છે. આ એટેક દરમિયાન પાંખો વિસ્તરે છે જેનાથી તે તીક્ષ્ણ વળાંક લઈ શકે છે અને અચાનક ઊંચાઈ બદલી શકે છે. જેના કારણે તેને રોકવી અત્યંત મુશ્કેલ બને છે.

વૈશ્વિક ડિફેન્સ ટેકનોલોજીમાં નવી પહેલ

આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે, આ નવી ડિઝાઇન ચીનને લાંબા અંતરથી વિમાનવાહક જહાજો જેવા મોટા લક્ષ્યોને પ્રહાર કરવા સક્ષમ શસ્ત્રો વિકસાવવાની મંજૂરી આપશે. ચીનની આ સફળતા વૈશ્વિક ડિફેન્સ ટેકનોલોજીમાં નવી પહેલ છે. જેમાં આકાર બદલવાની ટેકનોલોજી લશ્કરી વ્યૂહરચનાને સંપૂર્ણપણે બદલી શકે છે.

આ પણ વાંચો…તાઇવાન પર આક્રમણ કરશો તો…: ટ્રમ્પે ચીનને આપી આવી ચેતવણી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button