ઇન્ટરનેશનલ

ચીન-પાકિસ્તાન મળીને ભારત સામે રચી રહ્યા છે આ કાવતરું

કરાંચીઃ ચીન આતંકવાદ સામેની લડાઇમાં પાકિસ્તાનનો સાથે આપશે. પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચીનના શ્રમિકો પર આતંકી હુમલા વધ્યા છે તેવા જ સમયે આ નિવેદન સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ચીનની ગુપ્તચર એજન્સી સાથે મળીને કામ કરી રહી છે અને જમ્મુ-કાશ્મીરમાં વ્યૂહાત્મક તથા મહત્વપૂર્ણ પરિયોજના, સુરંગો, પુલો સંબંધિત માહિતી એકત્ર કરવાની કોશિશ કરી રહ્યું છે.

આતંકીઓને આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીરના હજીરા અને કાલીઘાટીમાં ટ્રેનિંગ આપ્યા બાદ અંદાજે 20 આતંકીઓને પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીરના કોટલી બાગ મુઝફ્ફરાબાદ ભિમ્બર વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. તેમને હથિયાર ચલાવવા, જીપીએસ ડેટા વિશ્લેષણ, પ્રાથમિક સારવાર અને જંગલ યુદ્ધની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આ બધું પાકિસ્તાની સેના એસએસજી કમાન્ડો અને આઈએસઆઈની ઉપસ્થિતિમાં થયું છે.

આ પણ વાંચો : પાકિસ્તાન બદલાવા તૈયાર નથી તો ભારત શું કરવા બદલાય?

ભારતમાં ઘૂસણખોરીની રાહમાં છે આતંકીઓ
સૂત્રોના જણાવ્યા મુજબ, 4 થી 5 આતંકીઓને જમ્મુ-કાશ્મીરના ડોડિયામાં મોકલવામાં આવ્યા છે. તેમજ ઘણા આતંકીઓને અન્ય વિસ્તારમાં પણ મોકલવામાં આવ્યા છે. આ વખતે પાકિસ્તાન, આઈએસઆઈનું મુખ્ય ફોક્સ જમ્મુ વિસ્તાર છે. પાકિસ્તાનમાંથી આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે. બરફવર્ષાનો લાભ લઈને આતંકીઓ મોટા પ્રમાણમાં ઘૂસપેઠ કરી શકે છે.

જમ્મુ-કાશ્મીરમાં સરળતાથી ઘૂસણખોરી કરી શકાય તે માટે પાકિસ્તાન હંમેશા ડ્રોનથી પાકિસ્તાની સેના અને આતંકીઓની હાજરીમાં રેકી કરવાની કોશિશ કરે છે. ઉલ્લૂ પોસ્ટ એરિયાથી લઈ નિકિયાલ કોટલી મુઝફ્ફરાબાદ રાવલકોટ સુધી પાકિસ્તાની સેનાના આતંકી મોટી માત્રામાં પહોંચી ગયા છે અને તક મળતાં જ ઘૂસણખોરી કરવાની રાહમાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button