યુએસના H-1B વિઝા સામે ચીને રજુ કર્યા K-વીઝા! જાણો શું છે ખાસિયત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

યુએસના H-1B વિઝા સામે ચીને રજુ કર્યા K-વીઝા! જાણો શું છે ખાસિયત

બેઈજિંગ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પર $100,000 ની તોતિંગ ફી ઝીંકતા ખળભળાટ મચી ગયો છે. યુએસના આ નવા વિઝા પ્રોગ્રામને કારણે યુએસમાં કામ કરતા લાખો વિદેશી કર્મચારીઓને અસર થઇ શકે છે. ત્યારે યુએસના કટ્ટર હરીફ ચીને સાયન્સ એન્ડ ટેકનોલોજી ફિલ્ડમાં યુવા પ્રતિભાને આકર્ષવા માટે નવી વિઝા સિરીઝની જાહેરાત કરી છે. ચીને તેની સામાન્ય વિઝા સિરીઝમાં ‘K વિઝા’ ઉમેરવા જઈ રહ્યું છે.

અહેવાલ મુજબ, ચીનના પ્રિમયર લી કિયાંગે દેશમાં વિદેશીઓના પ્રવેશ અને બહાર નીકળવાના અંગેના નિયમોમાં સુધારો કરવાના હુકમનામા પર હસ્તાક્ષર કર્યા છે. અહેવાલ મુજબ, નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે.

શું છે K વિઝાની ખાસિયત?

ચીનાના હાલના 12 સામાન્ય વિઝા કરતા K વિઝા ધારકોને પરમીટેડ એન્ટ્રીની સંખ્યા, વેલિડિટી પીરિયડ અને ડયુરેશન ઓફ સ્ટે વધુ હશે. ચીનમાં પ્રવેશ્યા પછી, K વિઝા ધારકો શિક્ષણ, સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં કામ કરી શકાશે.

અહેવાલ મુજબ આ વિઝા મેળવવા માટે અરજદારોએ ચીનની સંબંધિત ઓથોરીટી દ્વારા નક્કી કરવામાં આવેલી લાયકાતો અને આવશ્યકતાઓને પૂર્ણ કરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા પડશે.

K વિઝા માટેની અરજીઓ માટે ડોમેસ્ટિક એમ્પ્લોયરે અથવા એન્ટિટીના ઇન્વિટેશન જાહેર કરવાની જરૂર નથી, અને અરજી પ્રક્રિયા પણ વધુ સુવ્યવસ્થિત કરવામાં આવશે.

વિદેશી ટેલેન્ટને આકર્ષવાનો પ્રયાસ:

ચીનના એક સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું કે દેશના વિકાસ માટે વિશ્વભરની પ્રતિભાઓની જરૂર છે, અને ચીનનો વિકાસ પ્રતિભાઓને પુરતી તકો પૂરી પાડશે. આ નિર્ણયનો હેતુ નવા યુગમાં ચીનની વર્ક ફોર્સના વિકાસની વ્યૂહરચનાને અમલમાં મૂકવા છે. આ યોજનાનો હેતુ વિદેશના યુવા સાયન્સ-ટેક ટેલેન્ટને ચીનમાં પ્રવેશને સરળ બનાવવાનો છે અને યુવા સાયન્સ-ટેક ટેલેન્ટ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ અને આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે.

ચીન તાજેતરમાં ઇન્ટરનેશનલ એક્ષચેન્જને પ્રોત્સાહન આપવા માટે વિઝા નિયમોને સુવ્યવસ્થિત કરવાના દેશના સતત પ્રયાસો કરી રહ્યું છે. આ વર્ષે જુલાઈના અંત સુધીમાં ચીને 75 દેશો સાથે યુનીલેટરલ વિઝા-ફ્રી એન્ટ્રી કરારો કર્યા હતા.

બેઇજિંગના નેશનલ ઇમિગ્રેશન એડમિનિસ્ટ્રેશન વિભાગના ડેટા મુજબ, 2025 ના પ્રથમ છ મહિનામાં વિદેશી નાગરિકોએ ચીનમાં કુલ 38.05 મિલિયન ટ્રીપ્સ કરી છે, ગત વર્ષે સમાન સમયગાળા ક્લારતા 30.2 ટકાનો વધારો દર્શાવે છે.

આપણ વાંચો:  અમેરિકાના સાઉથ કેરોલિનામાં ગુજરાતી મહિલાની હત્યા: બે મિનિટ દુકાન મોડી બંધ કરતાં ગુમાવવો પડ્યો જીવ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button