ચીન, કેનેડા અને મેક્સિકોએ યુએસ પર ટેરીફ લાદ્યો; વૈશ્વિક અર્થતંત્ર પર પડશે ગંભીર અસર…

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો, કેનેડા અને ચીનથી થતી આયાત પર જે ટેરિફની જાહેરાત કરી છે, તે આજે મંગળવારથી અમલમાં આવી (US tariff on Canada, Mexico and China)ગયો છે. અગાઉ ટેરીફ ગત મહિને અમલમાં આવવાના હતાં, પરંતુ ટ્રમ્પે તેને 30 દિવસ માટે મુલતવી રાખ્યો હતો.
Also read : ટ્રમ્પે છેડો ફાડ્યો તો યુક્રેનને મળ્યો બ્રિટન અને ફ્રાન્સનો ટેકો; કાયમી શાંતિ માટે પ્રયાસ…
સોમવારે, રિપબ્લિક સંસદે જણાવ્યું હતું કે ટેરિફ અંગે કેનેડા અને મેક્સિકો સાથે ડીલની કોઈ શક્યતા દેખાઈ રહી નથી, આ યોજના મંગળવારથી નિર્ધારિત શેડ્યુલ મુજબ અમલમાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ મેક્સિકો અને કેનેડાથી આયાત થતા ઉત્પાદનો પર 25% ટેરિફ લાદ્યો છે. ઉપરાંત, ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર પહેલાથી લાદવામાં આવેલા 10% ટેરિફને વધારીને 20% કરવામાં આવ્યો છે.
ટેરીફના જવાબમાં ત્રણેય દેશોએ અમેરીકા સામે પણ ટેરીફ લાધ્યો છે. અમેરિકા, કેનેડા, મેક્સિકો અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવની વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે.
કેનેડાએ ભર્યું આવું પગલું:
અહેવાલ મુજબ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ યુએસ ટેરિફના જવાબમાં મંગળવારથી યુએસથી કેનેડા આયાત થતા ઉત્પાદનો પર 25% ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરીફ 30 અબજ કેનેડિયન ડોલરના ઉત્પાદનો પર લાગુ થશે. જો યુએસ ટેરિફ પાછો ખેંચવામાં નહીં આવે તો કેનેડા આગામી 21 દિવસમાં વધારાના 125 બિલિયન કેનેડિયન ડોલરના યુએસ ઉત્પાદનો પર ટેરિફ પણ લાદશે.
ટ્રુડોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી યુએસ ટેરીફ પાછો નહીં ખેંચે ત્યાં સુધી કેનેડાના ટેરિફ યથાવત રહેશે, આ ઉપરાંત ટેરિફ સિવાયના પગલા પણ ભરવામાં આવશે.
મેક્સિકોના રાષ્ટ્રપતિનો જવાબ:
મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે કહ્યું કે જો યુએસ ટેરિફ લાગુ થાય તો તેમનો દેશ જવાબ આપવા તૈયાર છે. જોકે તેમણે કોઈ ચોક્કસ યોજનાની જાણકારી આપી ન હતી.
Also read : Trump Vs Zelenskky: ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેના વિવાદ અંગે અમેરિકન્સે શું કહ્યું?
ચીનનો જવાબ:
ચીનના નાણા મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે તે યુએસ કૃષિ ઉત્પાદનો પર 10% થી 15% સુધીના વધારાના ટેરિફ લાદવામાં આવશે. ટેરિફ સોયાબીન, ડુક્કરનું માંસ, બીફ, માછલી, ફળો, શાકભાજી અને ડેરી ઉત્પાદનો પર 10% ટેરીફ લાગુ થશે, જ્યારે ટેરિફ ચિકન, ઘઉં, મકાઈ અને કપાસ પર 15% લાદવામાં આવશે. આ ઉપરાંત ચીને 25 અમેરિકન કંપનીઓ પર નિકાસ અને રોકાણ પર પણ પ્રતિબંધો લાદ્યા છે.