ઇન્ટરનેશનલ

ચીન બનાવી રહ્યો છે પરમાણુ હુમલા પ્રૂફ વિશ્વનો પ્રથમ કૃત્રિમ ટાપુ, જાણો વિગતે…

ઈજિંગ : ચીન તેની નવી નવી શોધ અને ટેકનોલોજી માટે જાણીતું છે. ત્યારે ચીન હવે પરમાણુ હુમલા પ્રૂફ વિશ્વનો પ્રથમ કૃત્રિમ ટાપુ બનાવવા જઈ રહ્યો છે. ચીન સુપર ટેકનોલોજી પાવર બનીને તરતો કૃત્રિમ ટાપુ વિકસીત કરી રહ્યો છે. તેમજ વિશ્વના સૌથી વિનાશક વાવાઝોડાનો પણ સામનો કરી શકશે.

વર્ષ 2028 માં કાર્યરત થશે

આ અંગે મળતી માહિતી મુજબ કૃત્રિમ ટાપુ વજન 78,000 ટન હોવાનું માનવામાં આવે છે. જે અર્ધ તરતો પ્રથમ કૃત્રિમ ટાપુ હશે. જેનું કદ ચીની પીપલ્સ લિબરેશન આર્મી નેવીના નવા ફુજિયન એરક્રાફ્ટ કેરિયર જેટલું છે. તે વીજ પુરવઠા વિના ચાર મહિના માટે 238 લોકોને સમાવી શકે છે. ચીન દાવો કરે છે કે તે વર્ષ 2028 માં કાર્યરત થશે.

આ પ્રોજેક્ટમાં સામેલ વૈજ્ઞાનિકોના મતે, મેટામટીરિયલ સેન્ડવિચ પેનલ વિનાશક આંચકાઓને હળવા દબાણમાં રૂપાંતરિત કરે છે. આ મુખ્ય ઊંડા સમુદ્રી વૈજ્ઞાનિક સુવિધા બધી હવામાન પરિસ્થિતિઓમાં લાંબા ગાળાના વસવાટ માટે રચાયેલ છે. શાંઘાઈ જિયાઓ ટોંગ યુનિવર્સિટીના પ્રોફેસર યાંગ ડેકિંગની આગેવાની હેઠળની એક ટીમે 4 નવેમ્બરના રોજ ચાઇનીઝ જર્નલ ઓફ શિપ રિસર્ચમાં પ્રકાશિત એક પેપરમાં લખ્યું. તેના સુપરસ્ટ્રક્ચરમાં કટોકટી શક્તિ, સંદેશાવ્યવહાર અને નેવિગેશન નિયંત્રણ માટે મહત્વપૂર્ણ કમ્પાર્ટમેન્ટ્સ છે. તેથી પરમાણુ વિસ્ફોટોથી આ જગ્યાઓનું રક્ષણ જરૂરી છે.

સૌથી શક્તિશાળી વાવાઝોડાનો પણ સામનો કરવા સક્ષમ

ચીનની 14મી પંચવર્ષીય યોજનામાં રાષ્ટ્રીય મુખ્ય વૈજ્ઞાનિક માળખાકીય પ્રોજેક્ટ તરીકે નિયુક્ત, આ સુવિધાને સત્તાવાર રીતે ડીપ-સી ઓલ-વેધર રેસિડેન્ટ ફ્લોટિંગ રિસર્ચ ફેસિલિટી નામ આપવામાં આવ્યું છે. તેને દૂરના સમુદ્રમાં તરતો તરતો ટાપુ પણ કહેવામાં આવી રહ્યો છે. ડિસેમ્બર 2024 માં ચાઇના સ્ટેટ શિપબિલ્ડીંગ કોર્પોરેશન સાથે હસ્તાક્ષર કરાયેલ ડિઝાઇન કરાર અનુસાર તેનું પ્લેટફોર્મ 138 મીટર લાંબું અને 85 મીટર પહોળું હશે. જયારે મુખ્ય ડેક પાણીના સ્તરથી 45 મીટર ઉપર હશે. ટ્વીન-હલ ડિઝાઇન સૌથી શક્તિશાળી વાવાઝોડાનો પણ સામનો કરવા સક્ષમ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button