Chess championship: આ કારણે કેનેડામાં યોજાનારી ટોચની ચેસ ટુર્નામેન્ટ પર જોખમ
આગામી મહીને એપ્રિલમાં કેનેડાના ટોરોન્ટોમાં યોજાનારી ટોચની આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટ પર જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે દુનિયાભરના સંખ્યાબંધ ચેસ પ્લેયર્સને કેનેડાના વિઝા નથી મળ્યા, ભારતીય ચેસ પ્લેયર પ્રજ્ઞાનન્ધા આરને હજુ વિઝા મળી શક્યા નથી.
Fédération Internationale des Échecs (FIDE) દ્વારા 3 થી 23 એપ્રિલના સુધી આ ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટને ચેસ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ તરીકે ગણાવામાં આવે છે.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવનાર 16 ખેલાડીઓમાં સહીત 40 લોકોને હજુ વિઝા મળવાના બાકી છે. તેમાં ભારતના પ્રજ્ઞાનન્ધા, વિદિત સંતોષ ગુજરાતી, ગુકેશ ડી અને વૈશાલી રમેશબાબુનો સમાવેશ થાય છે. કેનેડાના ચેસ ફેડરેશનના અધિકારીના જણાવ્યા મુજબ કે ભારતમાંથી અત્યાર સુધી વિઝા મેળવનાર એકમાત્ર ખેલાડી કોનેરુ હમ્પી છે, FIDEના ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને પણ વિઝા મળી ગયા છે.
ભારત સહિત ચાર દેશોના સહભાગીઓ હજુ પણ વિઝાની રાહ જોઈ રહ્યા છે. કેનેડાના એક અધિકારીના જણાવ્યા મુજબ,‘જો અમે શુક્રવાર 8મી માર્ચ, 2024 સુધીમાં આ મુદ્દાઓને ઉકેલી ન શકીએ, તો ટુર્નામેન્ટને સ્પેનમાં ખસેડવામાં આવશે. જો કે અમે આશા રાખીએ છીએ કે અમે શુક્રવારની સમયમર્યાદા પહેલાં આનો ઉકેલ લાવીશું.’