ચાર્લી કિર્કનો હત્યારો ઝડપાયો: ડૉનાલ્ડ ટ્રમ્પના આ દાવાનું શું છે સત્ય | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ચાર્લી કિર્કનો હત્યારો ઝડપાયો: ડૉનાલ્ડ ટ્રમ્પના આ દાવાનું શું છે સત્ય

વોશિંગટન ડીસી: અમેરિકાની યુટા વેલી યુનિવર્સિટીમાં તાજેતરમાં એક હત્યાકાંડ સર્જાયો હતો. ટર્નિંગ પોઈન્ટ તરફથી આયોજિત ડિબેટ કાર્યક્રમમાં ચાર્લી કિર્ક ભાષણ આપી રહ્યા હતા ત્યારે કાર્યક્રમમાં ફાયરિંગ થયું હતું. જેમાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના નજીકના મિત્ર તરીકે ઓળખાતા ચાર્લી કિર્કનું મૃત્યુ થયું હતું. ચાર્લી કિર્કનો હત્યારો કોણ છે? એ અંગેની માહિતી સામે આવી છે.

ચાર્લી કિર્કની હત્યામાં એક શંકાસ્પદની ધરપકડ

બુધવારે અમેરિકાની ‘યુટા વેલી યુનિવર્સિટી’ના કેમ્પસમાં યોજાયેલા કાર્યક્રમમાં એક હુમલાખોરે કેમ્પસની છત પરથી દૂરથી ગોળીબાર કર્યો હતો. જેમાં ચાર્લી કિર્કેને ગોળી વાગી હતી. હોસ્પિટલમાં તબીબી સારવાર દરમિયાન કિર્કે શ્વાસ છોડ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબાર કોણે કર્યો? તેને લઈને FBIએ તપાસ હાથ ધરી હતી. ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ચાર્લિ કિર્કના હત્યારાની ધરપકડ કરી લેવામાં આવી છે.

લૉ એન્ફોર્સમેન્ટ ઓફિસરે યુએસના મીડિયાને જણાવ્યું હતું કે, ચાર્લિ કિર્કની હત્યાને લઈને યુટાના એક 22 વર્ષીય શંકાસ્પદ યુવકની અટકાયત કરવામાં આવી છે. જેની ઓળખ ટાયલર રોબિન્સન તરીકે થઈ છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ આ શંકાસ્પદ વ્યક્તિની તસવીર પર જાહેર કરી હતી. જોકે, હજુ સુધી હત્યાનું કોઈ કારણ સામે આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, ‘યુટા વેલી યુનિવર્સિટી’ના કેમ્પસમાં થયેલા ગોળીબારને અમેરિકામાં તાજેતરના સમયમાં બનેલી ઘટનાઓ પૈકીની સૌથી ભયાનક ઘટના માનવામાં આવી રહી છે. ચાર્લી કિર્ક પોતાના ઉગ્ર ભાષણો અને સોશિયલ મીડિયા ઝુંબેશ માટે જાણીતા હતા. તેણે માત્ર 18 વર્ષની ઉંમરે ટર્નિંગ પોઇન્ટ યુએસએ (TPUSA)નામના રૂઢિચુસ્ત વિદ્યાર્થી સંગઠનની સ્થાપના કરી હતી. આ સંગઠનની 800થી વધુ કોલેજોમાં શાખાઓ છે. આ સંગઠને યુવા 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. જેના કારણે ડૉનાલ્ડ ટ્રમ્પની જીતનો માર્ગ પ્રશસ્ત થયો હતો.

આ પણ વાંચો…ટ્રમ્પના નજીકના સહયોગી ચાર્લી કિર્કનું દુ:ખદ અવસાન, યુનિવર્સિટી ડિબેટ દરમિયાન થઈ હતી ફાયરિંગ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button