ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ: બંધકોને છોડવાના બદલામાં ચાર દિવસ માટે યુદ્ધ અટકશે

નવી દિલ્હી: ઈઝરાયલ અને ગાઝા પટ્ટી પર શાસન કરતા હમાસ વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ થોડા સમય માટે બંધ થવા જઈ રહ્યું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગત 7મી ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આજે બુધવારે ઇઝરાયેલી સરકારે ગાઝામાં બંધક બનાવવામાં આવેલી 50 મહિલાઓ અને બાળકોની મુક્તિના બદલામાં ચાર દિવસ માટે યુદ્ધ રોકવા માટે હમાસ સાથેના કરારને સમર્થન આપ્યું હતું.

મીડિયા એહવાલ મુજબ યુદ્ધમાં મધ્યસ્થી કરી રહેલા કતાર, અમેરિકા, ઈઝરાયલ અને હમાસના અધિકારીઓએ કહ્યું છે કે શાંતિ માટે સમજૂતીની ખૂબ જ જરૂર છે. ઈઝરાયલની સરકારની માહિતી અનુસાર, 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ હમાસના લડવૈયાઓ ઇઝરાયલી નાગરીકોને બંધક બનાવીને ગાઝા પટ્ટીમાં લઈ ગયા હતા. ઇઝરાયલનું માનવું છે કે હમાસે ગાઝા પટ્ટીમાં 200 થી વધુ લોકોને બંધક બનાવ્યા છે, જેમાં વૃદ્ધ અને મહિલાઓનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચાર દિવસના અંતરાલમાં 50 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની લડાઈ પર પ્રતિબંધ રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુક્ત કરાયેલા દરેક વધારાના 10 બંધકો માટે યુદ્ધવિરામ વધુ એક દિવસ માટે લંબાવવામાં આવશે. જો કે, નિવેદનમાં પેલેસ્ટિનિયન બંધકોને મુક્ત કરવામાં આવશે કે કેમ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

સુત્રોના જણાવ્યા મુજબ પ્રસ્તાવ પર ચર્ચા કરતા પહેલા નેતન્યાહુએ આખી સરકારને એકત્ર કરીને યુદ્ધ કેબિનેટ સાથે બેઠક કરી હતી.

ગાઝામાં સતત નરસંહાર વચ્ચે આ પ્રથમ વખત છે જ્યારે ઈઝરાયેલ યુદ્ધ રોકવા માટે રાજી થયું છે. ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 13,000થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે, જેમાં મોટા ભાગના બાળકો છે. બોમ્બ વિસ્ફોટને કારણે 23 લાખની વસ્તીમાંથી બે તૃતીયાંશ લોકો બેઘર થઈ ગયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button