ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભૌગોલિક તણાવોનો આવશે અંત, શાંતિ પ્રસ્તાવના પ્રથમ તબક્કા પર સહમત

ગાઝામાં પાછલા બે વર્ષથી ચાલતા સંઘર્ષનો આખરે અંત નજીક દેખાય રહ્યો છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલી શાંતિ સમજૂતીએ ઇતિહાસનું નવું પાનું ખોલ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી આ સમજૂતીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે, જે ગાઝામાં શાંતિ અને સ્થિરતા તરફનું પ્રથમ માની શકાય છે. આ સમાચાર દરેક માટે ખુશીની વાત છે, કારણ કે આ સમજૂતી બંને પક્ષો વચ્ચે વિશ્વાસનો પુલ બનાવી શકે છે.
અમેરિકાની આગેવાની હેઠળ તૈયાર થયેલી આ શાંતિ સમજૂતીનો પ્રથમ તબક્કો માનવીય મુદ્દાઓ પર કેન્દ્રિત છે. આ અંતર્ગત હમાસ દ્વારા બંધક બનાવાયેલા ઇઝરાયલી નાગરિકોની મુક્તિ થશે. જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે, જેમાંથી લગભગ 100થી વધુ બંધકો હોવાનું માનવામાં આવે છે. સમાચાર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, હમાસ આ સપ્તાહના અંત સુધીમાં 20 જીવિત બંધકોને મુક્ત કરી શકે છે. બીજી તરફ, ઇઝરાયલ પણ પોતાની જેલોમાં બંધ ફિલિસ્તીની કેદીઓને છોડશે, જોકે તેમની સંખ્યા હજુ જાહેર કરવામાં આવી નથી. આ રિહાઈ પ્રક્રિયા 72 કલાકમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
ઇઝરાયલી સેનાનું પીછેહઠ
આ સમજૂતીના બીજા મહત્વના પાસામાં ઇઝરાયલી સેનાનું ગાઝા પટ્ટીના ચોક્કસ વિસ્તારોમાંથી પીછેહઠનો ઉલ્લેખનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને, જ્યાં તાજેતરમાં તીવ્ર સંઘર્ષ થયો હતો, તેવા વિસ્તારોમાંથી સેના પાછી હટ કરશે. આ પીછેહઠ નિર્ધારિત બફર ઝોન સુધીની હશે, જે ગાઝાની સરહદો પર સ્થિત છે. આ પ્રક્રિયા દરમિયાન સુરક્ષા જાળવવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ સેનાની નિમણૂક થઈ શકે છે. આ પગલુ ગાઝામાં શાંતિની સ્થાપના માટે મહત્વનું માનવામાં આવે છે.
ગાઝામાં પુનર્નિર્માણની શરૂઆત
આ સમજૂતીના પ્રથમ તબક્કામાં ગાઝામાં મૂળભૂત સુવિધાઓ જેવી કે પાણી, વીજળી અને તબીબી સેવાઓની પુનઃસ્થાપના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે યુદ્ધથી નાશ પામેલા વિસ્તારોના પુનર્નિર્માણ માટે બાંધકામને મંજૂરી આપવામાં આવશે. આ પગલાથી ગાઝાના રહેવાસીઓને રાહત મળશે અને તેમનું જીવન સામાન્ય બનાવવામાં મદદ મળશે. આ તબક્કો આગામી 30 દિવસમાં પૂર્ણ થવાની આશા સેવાય રહી છે.
ટ્રમ્પનું નિવેદન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજૂતીને ઐતિહાસિક ગણાવી છે. તેણે જણાવ્યું, “આ શાંતિ સમજૂતીનો પ્રથમ તબક્કો બંધકોની મુક્તિ અને ઇઝરાયલી સેનાના પીછેહઠથી શરૂ થશે. આ શાંતિની દિશામાં મજબૂત પગલુ છે, જે અરબ વિશ્વ, ઇઝરાયલ અને આસપાસના દેશો માટે ખુશીની ઘડી છે.” તેણે કતાર, મિસ્ર અને તુર્કીના મધ્યસ્થીઓનો આભાર માન્યો, જેણે આ સમજૂતીને સફળ બનાવવામાં મદદ કરી.
આ પણ વાંચો…ઈરાનનું હિંદ મહાસાગરમાં શક્તિ પ્રદર્શન: લશ્કરી કવાયતથી ઈઝરાયલ અને પશ્ચિમી દેશોમાં ફફડાટ