પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન, વેટિકને કરી પુષ્ટિ | મુંબઈ સમાચાર

પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન, વેટિકને કરી પુષ્ટિ

વેટિકન સીટી: રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન વડા પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન થયું છે, વેટિકન દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી (Pope Francis passed away), છે. પોપના અવસાનથી દુનિયાભરના કેથોલિક સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

વેટિકન કેમરલેન્ગો કાર્ડિનલ કેવિન ફેરેલએ જણાવ્યું હતું કે પોપનું સોમવારે સવારે 7.35 વાગ્યે અવસાન થયું હતું. ફેરેલે જાહેરાત કરતા જણાવ્યું કે “તેમનું આખું જીવન ઈશ્વર અને તેમના ચર્ચની સેવા માટે સમર્પિત હતું,”

રવિવારે ઇસ્ટર નિમિતે પોપ ફ્રાન્સિસ સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં હાજર હજારો લોકોને આશીર્વાદ આપવા આવ્યા હતાં, તેઓ બેસિલિકાના પ્રવેશદ્વાર ઉપર લોગિયા બાલ્કનીમાં 20 મિનિટથી વધુ સમય સુધી ઉભા રહ્યા હતાં.

આપણ વાંચો:  બાંગ્લાદેશમાં ભારત ‘વિરોધી’ ષડયંત્ર: આ હરકતને કારણે વધાર્યું ટેન્શન

અહેવાલ મુજબ તેઓ છેલ્લા 12 વર્ષના વિવિધ બીમારીઓ પીડાઈ રહ્યા હતાં.

સંબંધિત લેખો

Back to top button