ઇન્ટરનેશનલનેશનલ

કેનેડા 6,000 ગેરકાયદે રહેતા કામદારને પણ PR આપશે

ઓટાવાઃ કેનેડાની સરકારે ત્યાં કામ કરતા કન્સ્ટ્રક્શન વર્કર્સને પણ પરમેનેન્ટ રેસિડન્સી (PR) આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે આશ્ચર્યની વાત એ છે કે સરકાર 6,000 ગેરકાયદે રહેતા કામદારોને પણ પીઆર આપવાની તૈયારી કરી રહી છે.

વિદેશી કામદારોને પીઆર આપવા માટે કેનેડા ઘણા પ્રોગ્રામ ચલાવે છે. દર વર્ષે કેટલાક નવા પીઆર પ્રોગ્રામની જાહેરાત થતી હોય છે. આ સંદર્ભે ૨૦૨૫માં પરમેનન્ટ રેસિડેન્સી આપવા માટે કન્સ્ટ્રક્શન વર્કર્સની પસંદગી કરવામાં આવી છે. કેનેડા આ વર્ષે કન્સ્ટ્રક્શન વર્કર્સને પીઆર આપવા માટે એક નવો પ્રોગ્રામ રજૂ કરી રહ્યું છે. આ જાહેરાત ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કેનેડા સરકાર 14,000 વિદેશી કન્સ્ટ્રક્શન વર્કર્સને પરમેનેન્ટ રેસિડેન્સી આપશે. જ્યારે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે કેનેડાની સરકાર 6,000 ગેરકાયદે રહેતા કામદારોને પણ પીઆર આપશે. આ લોકો કોઇપણ દસ્તાવેજો વિના ગેરકાયદે કામ કરવા માટે કેનેડા આવ્યા હતા.

આપણ વાંચો: Canada જનારા Indian Students માટે આવ્યા મહત્ત્વના સમાચાર, સરકારે કરી મહત્ત્વની જાહેરાત…

માર્ક મિલરે જણાવ્યું કે અમે દેશભરમાં ૬૦૦૦ જેટલા અનડોક્યુમેન્ટેડ કન્સ્ટ્રક્શન વર્કર્સ માટે જગ્યા અનામત રાખી રહ્યા છીએ. જેથી તેઓ નવા કન્સ્ટ્રક્શન પાથવેઝનો ભાગ બની શકે. સરકારના આ નિર્ણયથી અત્યાર સુધી છુપાઇને રહેતા લોકોને સામે આવવાની તક મળશે.

મિલરે જણાવ્યું કે આમાંથી ઘણા લોકો કાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યા હતા, પરંતુ પછી તેના વિઝા એક્સપાયર થઇ ગયા હોવા છતાં છુપાઇને કામ કરતા રહ્યા હતા. કેનેડામાં કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરતા કામદારોની અછત છે. જેના કારણે તે વિદેશી કામદારોને દેશમાં લાવવા માંગે છે. તેમને હવે લાંબા સમય સુધી દેશમાં રાખવા માટે પીઆર આપવાની તૈયારીઓ ચાલી રહી છે. કેનેડામાં કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરતાં ૨૩ ટકા કામદારો વિદેશી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button