ઇન્ટરનેશનલનેશનલ

કેનેડાના ટોરેન્ટોમાં ભારતીય વિદ્યાર્થી શિવાંકની ગોળી મારીને હત્યા, પોલીસે તપાસ શરૂ કરી

ટોરેન્ટો : કેનેડાના ટોરેન્ટોમાં બુધવારે ભારતીય મહિલા હિમાંશી ખુરાનાની હત્યા બાદ વધુ એક ભારતીયની હત્યા પ્રકાશમાં આવી છે. જેમાં ટોરેન્ટોમાં યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક ગોળીબારમાં 20 વર્ષીય ભારતીય ડોક્ટરેટ વિદ્યાર્થી શિવાંક અવસ્થીનું મૃત્યુ થયું છે. આ અંગે ભારતીય કોન્સ્યુલેટે દુઃખ વ્યક્ત કર્યું છે.

દૂતાવાસ શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં

ભારતીય કોન્સ્યુલેટેના નિવેદન મુજબ, ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક ગોળીબારની ઘટનામાં યુવાન ભારતીય ડોક્ટરેટ વિદ્યાર્થી શિવાંક અવસ્થીના દુ:ખદ મૃત્યુ પર અમે શોક વ્યક્ત કરીએ છીએ.આ મુશ્કેલ સમયમાં દૂતાવાસ શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલનમાં તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યું છે.

શિવાંકને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો

પોલીસે જણાવ્યું હતું કે અવસ્થીને 23 ડિસેમ્બરના રોજ હાઇલેન્ડ ક્રીક ટ્રેઇલ અને ઓલ્ડ કિંગ્સ્ટન રોડ વિસ્તારમાં ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ભારતીય વિદ્યાર્થીન જમીન પર પડેલો હતો ત્યારે શિવાંકને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ પહોંચે તે પહેલાં હુમલાખોરો ભાગી ગયા હતા. પોલીસે વિસ્તારની તપાસ કરતા કેમ્પસ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. આ હત્યા ટોરોન્ટોમાં આ વર્ષની 41મી હત્યા હતી. આ હત્યાથી યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કારબરોના વિદ્યાર્થીઓમાં ભય અને આક્રોશનો માહોલ છે.

ભારતીય મહિલા હિમાંશી ખુરાનાની હત્યા

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ટોરોન્ટોમાં વધુ એક ભારતીય નાગરિકની હત્યા કરવામાં આવી હતી. 30 વર્ષીય ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાની હત્યાના સંદર્ભમાં પોલીસ ટોરોન્ટોના રહેવાસી અબ્દુલ ગફૂરીની શોધ કરી રહી છે. જોકે, પોલીસે કહ્યું કે આ કેસ ઘરેલુ હિંસા સાથે સંબંધિત લાગે છે. ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે હિમાંશી ખુરાનાના પરિવારને મદદ કરી રહ્યું છે.

આ પણ વાંચો…બિહારના પટનામાં મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા, પપ્પુ યાદવે કહ્યું બિહારમાં મહા ગુંડારાજ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button