ફ્રાન્સ, બ્રિટન બાદ આ દેશ પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશનો દરજ્જો આપશે, ઇઝરાયલના પેટમાં તેલ રેડાયું | મુંબઈ સમાચાર

ફ્રાન્સ, બ્રિટન બાદ આ દેશ પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશનો દરજ્જો આપશે, ઇઝરાયલના પેટમાં તેલ રેડાયું

ઓટાવા: ઇઝરાયલે વર્ષોથી પેલેસ્ટાઇનના પ્રદેશો પર કરેલા ગેરકાયદે કબજા અને ઇઝરાયલના સંસ્થાનવાદી વલણ સામે ધીમે ધીમે દુનિયાભર દેશો અવાજ ઉઠાવી રહ્યા છે. ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ અગાઉ જાહેર કરી ચુક્યા છે કે તેઓ સપ્ટેમ્બરમાં યોજાનારા યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 80મા સત્રમાં પેલેસ્ટાઇન રાષ્ટ્રને માન્યતા આપશે. હવે કેનેડાએ પણ જાહેરાત કરી છે કે તે પેલેસ્ટાઇન રાષ્ટ્રને ઔપચારિક રીતે માન્યતા (Canada to recognize Palestinian State) આપશે.

એક સત્તાવર નિવેદનમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની(Mark Carney)એ જણાવ્યું હતું કે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં કેનેડા હંમેશા ટૂ સ્ટેટ સોલ્યુશન(Two State Solution)ને ટેકો આપે છે, જો કે, ટૂ સ્ટેટ સોલ્યુશનની સંભાવનાઓ સતત અને ગંભીર રીતે ઓછી થઈ રહી છે.

ગાઝાની સ્થિતિ અંગે ચિંતા:

માર્ક કાર્નીએ ગાઝામાં ઉભી થયેલી માનવતાવાદી આપત્તિ અંગે ચિંતા વ્યક્ત કરી અને ઇઝરાયલની ટીકા કરી. કાર્નીએ કહ્યું કે ગાઝામાં ઝડપથી વણસી રહેલી માનવતાવાદી આપત્તિને રોકવામાં ઇઝરાયલી સરકાર નિષ્ફળ ગઈ છે અને ટૂ સ્ટેટ સોલ્યુશનનો અર્થ હિંસાને બદલે શાંતિ પસંદ કરનારા લોકો સાથે ઉભા રહેવાનો છે. સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટેનો એકમાત્ર રોડમેપ ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન રાષ્ટ્રોનું શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ છે, કનેડા તેને ટેકો આપે છે.

તેમણે કહ્યું, “ગાઝામાં નાગરિકોની વધતી જતી પીડાને જોતા શાંતિ, સુરક્ષા અને ગૌરવપૂર્ણ માનવ જીવનને ટેકો આપવા માટે સંકલિત આંતરરાષ્ટ્રીય કાર્યવાહી કરવામાં હવે વધુ વિલંબ કરી શકાય નહીં. આ કારણોસર, સપ્ટેમ્બર 2025 યોજાનારા યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી 80ના સત્રમાં કેનેડા પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપશે.”

હમાસને ચૂંટણીથી દુર રાખવામાં આવશે:

કાર્ની પેલેસ્ટિનિયન રાષ્ટ્રને માન્યતા આપવાની વાત તો કરી પણ સાથે કટલીક શરતો પણ મૂકી. કોર્નીએ પેલેસ્ટિનિયન ઓથોરિટીના વડા અબ્બાસને શાસનમાં મૂળભૂત સુધારા કરવા જણાવ્યું અને 2026 માં સામાન્ય ચૂંટણીઓ યોજવાની શરત મૂકી, જેમાં હમાસનો કોઈ ભાગ ન હોવો જોઈએ. આ ઉપરાંત પેલેસ્ટિનિયન રાષ્ટ્રનું ડીમીલીટરાઈઝેશન કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સાથે કાર્નીએ હમાસને 7 ઓક્ટોબર, 2023 ના રોજ થયેલા હુમલા દરમિયાન બંધક કરેલા ઇઝરાયલી નાગરીકોને છોડી મુકવા પણ અપીલ કરી.

આ ટાપુ દેશે પણ પેલેસ્ટાઇનને સથા આપ્યો:

ફ્રાન્સ, બ્રટેન અને કનેડા જેવા શક્તિશાળી પશ્ચિમી રાષ્ટ્રો સિવાય ભૂમધ્ય સાગરમાં આવેલો ટાપુ દેશ માલ્ટા પણ પેલેસ્ટાઇનના અધિકારોના પક્ષે ઉભો થયો છે. યુએનમાં માલ્ટાના વિદેશ મંત્રાલયના કાયમી સચિવ ક્રિસ્ટોફર કટજારે પણ જાહેરાત કરી હતી કે યુએન જનરલ એસેમ્બલીના સત્રમાં તેઓ પેલેસ્ટાઇન રાષ્ટ્રને મંજુરી આપશે. કટજારે કહ્યું કે માલ્ટાએ વર્ષોથી પેલેસ્ટિનિયન લોકોના સ્વ-નિર્ણયના અધિકારને ટેકો આપ્યો છે.

આપણ વાંચો:  ટેસ્લાનો ચીન પર નિર્ભરતા ઘટાડવા મોટો નિર્ણય: LG સાથે ₹35,000 કરોડનો બેટરી સોદો

ઇઝરાયલે વાંધો ઉઠાવ્યો:

પેલેસ્ટાઇન રાષ્ટ્રને માન્યતા આપવા ઉઠી રહેલા અવાજો સામે ઇઝરાયલે વાંધો ઉઠાવ્યો છે. એક સત્તાવર નિવેદનમાં ઈઝરાયલે કહ્યું કે તેઓ ટૂ સ્ટેટ્સ સોલ્યુશનનો વિરોધ કરે છે અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મળીને UN જનરલ એસેમ્બલી સેશનનો બહિષ્કાર કરશે.

ગાઝામાં વધુ સહાય પહોંચાડવા અને યુદ્ધનો અંત લાવવાના માટે ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય દબાણ બની રહ્યું છે. જોકે, ઇઝરાયલનો મિત્ર દેશ યુનાઇટેડ સ્ટેટ્સ હજુ પણ તેની સાથે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button