કેનેડામાં મોસ્ટ વોન્ટેડ ભારતીય મૂળના નિકોલસ સિંહની ધરપકડ

ટોરોન્ટોઃ કેનેડાના મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ ભારતીય મૂળના એક વ્યક્તિની આખરે ધરપકડ કરવામાં આવી છે. સશસ્ત્ર લૂંટ અને અન્ય ગુનાઓમાં દોષિત નિકોલસ સિંહ ૧૮ મહિનાથી ફરાર હતો.
૩૧ મે, ૨૦૨૪ના ગેરકાયદે રીતે ફરાર થયેલો સંઘીય અપરાધી ૨૩ વર્ષીય સિંહ ઓગસ્ટમાં ઓપીપી અપીલનું કેન્દ્રમાં હતો. જ્યારે પોલીસે કહ્યું હતું કે તે કાનૂની મુક્તિનો ભંગ કરવા બદલ કેનેડા-વ્યાપી વોરંટ પર વોન્ટેડ છે.
આ પણ વાંચો : દિલ્હી વિસ્ફોટના તાર છેક પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યા, એમબીબીએસના વિદ્યાર્થીની ધરપકડ…
ટોરોન્ટો સનના અહેવાલ અનુસાર શનિવારે જારી કરવામાં આવેલા ઓપીપીના નિવેદન અનુસાર સિંહ હાલમાં ૫ વર્ષ, ૫ મહિના અને ૧૦ દિવસની સજા ભોગવી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે સિંહ અધિકારીઓને સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૧-૨૦ વાગ્યે(સ્થાનિક સમય) બાથર્સ્ટ અને ડુપોન્ટ શેરીઓ નજીક એક વાહનમાંથી મળી આવ્યો હતો.
ટોરોન્ટો પોલીસનો આરોપ છે કે શુક્રવારે રાત્રે ધરપકડ સમયે સિંહ પાસેથી એક બંદૂક મળી આવી હતી. જો કે અગાઉ કોર્ટના આદેશમાં તેને હથિયારો રાખવાની મનાઇ ફરમાવવામાં આવી હતી. પોલીસે કહ્યું કે અધિકારીઓને તેની પાસેથી એક બંદૂક, મોટી મેગેઝિન અને દારૂગોળો પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : PM મોદીના ખાસ મિત્ર નેતન્યાહૂ સામે કોણે જાહેર કર્યું ધરપકડ વોરંટ? જાણો શું લગાવ્યો આરોપ
સિંહ પર હવે કેટલાક નવા આરોપો મૂકવામાં આવ્યા છે, જેમાં લાઇસન્સ કે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ વિના મર્યાદિત અથવા પ્રતિબંધિત બંદૂક રાખવી, જરૂરી લાઇસન્સ વિના હથિયારો રાખવા, પરવાનગી વગર પ્રતિબંધિત હથિયારો અથવા ઉપકરણો રાખવા, હથિયાર સાથે વાહનમાં રહેવું, લોડેડ રેગ્યુલેટેડ બંદૂક રાખવી અને બદલાયેલ સીરીયલ નંબરવાળી બંદૂક રાખવાનો સમાવેશ થાય છે.



