કેનેડામાં રહેતા આ 20 ખૂંખાર ખાલિસ્તાની આતંકી પાકિસ્તાનના ઈશારે ભારતને કરે છે ટાર્ગેટ, જૂઓ લિસ્ટ…
Canada: કેનેડા ખાલિસ્તાની આતંકીઓનો ગઢ બની ચૂક્યું છે. કેનેડામાં રહેલી ખાલિસ્તાની આતંકી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના કહેવા પર પંજાબ અને અન્ય રાજ્યોને ટાર્ગેટ કરી રહ્યા છે. તેઓ પંજાબમાં અસ્થિરતા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. વિવિધ એજન્સીના રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ખાલિસ્તાની આતંકી કેનેડામાં બેસીને ન માત્ર ટેરર ફન્ડિંગ એકત્ર કરી રહ્યા છે પરંતુ ગેંગસ્ટર્સની સાથે આતંકીઓનું લાંબુ લિસ્ટ છે.
આ પણ વાંચો : કેનેડા તો હદ કરે છે!, હવે ‘Amit Shah’ પર લગાવ્યા આવા આરોપ…
ખાલિસ્તાની આતંકી નંબર 1 – લખબીર સિંહ લાંડાઃ તે પંજાબના તરણતારણનો રહેવાસી છે. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલો છે. એનઆઈએ દ્વારા તેના પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. મોહાલીમાં એલઆઈયુ ઓફિસ પર રોકેડ પ્રોપેલ્ડ ગ્રેનેડ હુમલાનો માસ્ટર માઈન્ડ છે.
ખાલિસ્તાની આતંકી નંબર 2 અર્શદીપ ડલ્લાઃ તે લખબીર સિંહ સંધૂનો નજીકનો સાથી છે. ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે જોડાયેલો છે.
ખાલિસ્તાની આતંકી નંબર 3 ગુરમીત ચીમાઃ તે કેનેડાના બ્રેમ્પટનનો રહેવાસી છે. આઈએસઆઈના ઈશારે ખાલિસ્તાની મૂવમેંટને અંજામ આપી રહ્યો છે તેમજ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે પણ જોડાયેલો છે. પાકિસ્તાનમાં રહેતા વાધવા સિંહ સાથે સંપર્કમાં છે.
ખાલિસ્તાની આંતકી નંબર 4 ગુરપ્રીત સિંહઃ કેનેડામાં રહી ખાલિસ્તાની મૂવમેંટ માટે ફંડિંગ અને હથિયાર ઉપલબ્ધ કરાવી રહ્યો છે.
ખાલિસ્તાની આતંકી નંબર 5 મલકીત સિંહ ફૌજીઃ તે પંજાબના અમૃતસરનો રહેવાસી છે. કેનેડાના બીસી સરીમાં રહે છે.
ઉત્તર પ્રદેશના આર્મ્સ ડીલર પાસેથી હથિયાર ખરીદીને પંજાબમાં ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો.
ખાલિસ્તાની આતંકી નંબર 6 ગુરપતવંત સિંહ પન્નુઃ તે ખાલિસ્તાની આતંસી સંગઠન શીખ ફોર જસ્ટિસનો વડો છે. કેનેડાના હેમિલ્ટનમાં રહે છે. રેફરેંડમ 2020 દ્વારા ખાલિસ્તાની ચળવળને પ્રોત્સાહન આપે છે. કેનેડામાં હિન્દુ સભાના મંદિરમાં શ્રદ્ધાળુઓ પર હુમલામાં તેનો હાથ હોવાની આશંકા છે.
ખાલિસ્તાની આતંકી નંબર 7 રમનદીપ સિંહઃ આ ખાલિસ્તાની આતંકી બીસી, કેનેડામાં રહે છે.
ખાલિસ્તાની આતંકી નંબર 8 તેહાલ સિંહઃ આ ખાલિસ્તાની આતંકી આઈએસવાઈએફ સંગઠન સાથે સંકળાયેલો છે.
ખાલિસ્તાની આતંકી નંબર 9 મનવીર સિંહઃ આ ખાલિસ્તાની આતંકી આઈએસવાઈએફ સંગઠન સાથે સંકળાયેલો છે.
ખાલિસ્તાની આતંકી નંબર 10 પરવારકર સિંહ ડુલાઈઃ આ ખાલિસ્તાની આતંકી આઈએસવાઈએફ સંગઠન સાથે જોડાયેલો છે.
ખાલિસ્તાની આતંકી નંબર 11 મનિંદર સિંહ બિજાલઃ તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો આતંકી છે.
ખાલિસ્તાની આતંકી નંબર 12 ભગત સિંહ બરારઃ આઈએસવાઈએફ સંગઠન સાથે જોડાયેલો છે.
ખાલિસ્તાની આતંકી નંબર 13 સતિંદર પાલ સિંહ ગિલઃ આઈએસવાઈએફ સંગઠન સાથે જોડાયેલો છે.
ખાલિસ્તાની આતંકી નંબર 14 સલવિંદર સિંહ વિર્કઃ આ ખાલિસ્તાની આતંકી બ્રેમ્પટન, કેનેડાનો રહેવાસી છે.
ખાલિસ્તાની આતંકી નંબર 15 મનવીર સિંહઃ ટોરેન્ટોમાં રહેતો આ આતંકી KLF સંગઠન સાથે સંકળાયેલો છે.
ખાલિસ્તાની આતંકી નંબર 16 મનદીપ સિંહ ધાલીવાલઃ KTF નામના આતંકી સંગઠન સાથે જોડાયેલો છે અને કેનેડાના સુરામાં રહે છે.
ખાલિસ્તાની આતંકી નંબર 17 કુલવિન્દ્ર જીત સિંહઃ આ ખાલિસ્તાની આતંકી પંજાબના અનેક આંતકી ઘટનામાં સામેલ છે અને કેનેડામાં રહે છે.
ખાલિસ્તાની આતંકી નંબર 18 જતિંદર સિંહ ગ્રેવાલઃ આ ખાલિસ્તાની આતંકી કેનેડામાં રહે છે.
ખાલિસ્તાની આતંકી નંબર 19 ગુરજિંદર સિંહ પન્નૂઃ આઈએસવાઈએફ સંગઠન સાથે જોડાયેલો છે. તેમજ શીખ ખાલસા સેવા ક્લબનો એક્ટિવ મેમ્બર છે અને હેમિલ્ટન, કેનેડામાં રહે છે.
ખાલિસ્તાની આતંકી નંબર 20 સુખા દૂનેઃ ખાલિસ્તાની આતંકીનું કેનેડામાં મોત થઈ ચૂક્યું છે.