કેનેડા તો હદ કરે છે!, હવે 'Amit Shah' પર લગાવ્યા આવા આરોપ... મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

કેનેડા તો હદ કરે છે!, હવે ‘Amit Shah’ પર લગાવ્યા આવા આરોપ…

ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચાલુ છે અને તે દિવસેને દિવસે વધી રહ્યો છે. કેનેડિયન હાઈ કમિશનરને સસ્પેન્ડ કર્યા બાદ ભારતે તેના અધિકારીઓને પણ પરત બોલાવી લીધા છે, પણ ત્યાર બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે.

Also read: India-Canada Breaking: ‘કેનેડામાં હિંદુઓ પર હુમલા થઇ શકે છે’ ભારત-કેનેડા તણાવ વચ્ચે પૂર્વ રાજદ્વારીનો દાવો

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારતે ઘણી વખત પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કેનેડાના આરોપોને રદિયો આપ્યો છે. હવે કેનેડા તરફથી એક નવો દાવો કરવામાં આવ્યો છે કે, “કેનેડામાં ગુનાહિત ષડયંત્ર પાછળ મોદીની નજીકના લોકોમાંથી એકનો હાથ છે.”કેનેડાના આવા આક્ષેપ બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વધુ બગડવાની શક્યતા છે.

હાલમાં ભારત તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ અગાઉ કેનેડાએ ભારતીય હાઇ કમિશનર સંજય કુમાર વર્મા પર પણ આરોપ લગાવ્યા હતા. ભારતે ત્યારે પણ કેનેડાના આરોપોને નકારી કાઢ્યા હતા. પણ હવે તો કેનેડાએ હદ વટાવી દીધી છે. કેનેડાની સરકારે આરોપ લગાવ્યો છે કે કેનેડામાં શીખ અલગતાવાદીઓને નિશાન બનાવવામાં અમિત શાહનો હાથ છે અને અમિત શાહ શીખ ખાલિસ્તાની અલગતાવાદીઓ સામેની હિંસામાં સામેલ છે.

Also read: Bombથી ઉડાવી દેશે સંસદ- લાલકિલ્લો Khalistaniએ સાંસદને આપી ધમકી, સાંસદે રાજ્યસભા અધ્યક્ષને પત્ર લખ્યો

ગયા વર્ષે કેનેડાના પીએમ ટ્રુડોએ પણ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને ભારત સરકાર સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે પછી તેમણે આ સંબંધિત કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા. થોડા દિવસ પહેલા જ તેમણે કબૂલ્યું હતું કે આરોપ લગાવતી વખતે તેમની પાસે માત્ર ગુપ્ત માહિતી હતી, પરંતુ કોઈ નક્કર પુરાવા નહોતા.

Back to top button