ઇન્ટરનેશનલ

હવે કેનેડામાં ભણવા જવું બનશે વધુ મુશ્કેલ! કેનેડાએ નિયમો વધુ કડક બનાવ્યા

ઓટાવા: છેલ્લા ઘણા વર્ષોથી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા અને સ્થાયી થવાના ઈરાદા સાથે કેનેડા (Indian students in Canada) જઈ રહ્યા છે. બીજી તરફ કેનેડામાં વિદેશી લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, જેને કારણે કેનેડા સરકાર સ્થાનિકોના રોષનો સામનો કરી રહી છે, જેને કારણે સરકાર પોલિસીમાં બદલાવ કરી રહી છે. એવામાં કેનેડાની ટ્રુડો સરકારે મોટો નિર્ણય લીધો છે, જેની સીધી અસર કેનેડા જવા ઈચ્છતા ભારતીયો પર થઇ શકે છે.


કનેડા સરકારે દેશમાં અસ્થાયી રહેવાસીઓની સંખ્યા ઘટાડવાના પ્રયાસરૂપે, વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતી એજ્યુકેશન પરમિટની સંખ્યામાં વધુ ઘટાડો કરવાની જાહેરાત કરી અને તેના વિદેશી વર્કર્સના નિયમોને પણ કડક બનાવ્યા, આ નિર્ણય ઘણા ભારતીયોને અસર કરશે.

વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ X પર પોસ્ટ કર્યું, “અમે આ વર્ષે 35% ઓછા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પરમિટ આપી રહ્યા છીએ. અને આવતા વર્ષે, આ સંખ્યામાં વધુ 10% ઘટાડો થશે.”

તેમણે વધુમાં લખ્યું કે, “ઇમિગ્રેશન એ આપણા અર્થતંત્ર માટે એક ફાયદો છે – પરંતુ જ્યારે ખરાબ તત્વો સિસ્ટમનો દુરુપયોગ કરે છે અને વિદ્યાર્થીઓનો લાભ લે છે, ત્યારે તેના પર કાર્યવાહી જરૂરી છે.”

ઇમિગ્રેશન વિભાગના ડેટા અનુસાર, કેનેડાએ 2023માં 5,09,390 અને 2024ના પ્રથમ સાત મહિનામાં 1,75,920ને મંજૂરી આપી હતી અને આ નવા નિર્ણયથી 2025માં આંતરરાષ્ટ્રીય અભ્યાસ પરમિટની સંખ્યા ઘટીને 4,37,000 થઈ જશે.

નિયમોમાં ફેરફાર કેટલાક વિદ્યાર્થીઓ અને ટેમ્પરરી ફોરેઇન વર્કર્સના જીવનસાથીની વર્ક પરમિટને પણ અસર કરશે.

નોંધનીય છે કે કેનેડામાં આવતા વર્ષે ફેડરલ ચૂંટણીઓ યોજવાની છે, એ પહેલા જાહેર થયેલા ઓપીનીયન પોલમાં ટ્રુડોની લિબરલ સરકારને પછડાટ મળી રહી હોવાનું જણાય છે. જેને કારણે ટ્રુડો સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારો સહિત અસ્થાયી નિવાસીઓની સંખ્યા ઘટાડવા માંગે છે.

જાન્યુઆરીમાં, કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર બે વર્ષની મર્યાદા પણ મૂકી હતી. કેનેડાએ પહેલેથી જ અસ્થાયી રહેવાસીઓની સંખ્યા ઘટાડીને કુલ વસ્તીના 5% કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જે એપ્રિલમાં 6.8% હતી.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…