US H-1B વિઝાના નવા નિયમો ભારતીયો માટે અન્ય દેશના રસ્તા ખોલશે, પણ અમેરિકાનો વિકલ્પ બની શકે? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

US H-1B વિઝાના નવા નિયમો ભારતીયો માટે અન્ય દેશના રસ્તા ખોલશે, પણ અમેરિકાનો વિકલ્પ બની શકે?

નવી દિલ્હીઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B મામલે નિયમોમાં ફેરફાર કરી ભારતીયોને ઝટકો આપ્યો છે. ટ્રમ્પ સરકારે વિઝા માટેના એપ્લીકેશન ચાર્જ ભારતીય ચલણ પ્રમાણે રૂ. 88 લાખ કરી દીધો છે. આ સાથે સિલેક્શન તેમણે લોટરી સિસ્ટમ ખતમ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. આ વિઝા દ્વારા અમેરિકા પહોંચનારા ભારતીય પ્રોફેશનલ્સની સંખ્યા ઘણી વધારે છે આથી ભારતીયોની ચિંતા વધી છે, પરંતુ હવે અમુક એક્સપર્ટ આ આપત્તીમાં પણ અવસર જોઈ રહ્યા છે. જોકે અહીં સવાલ એ છે કે જે લોકો અમેરિકા જવા માગે છે તેમની પોતાની કરિયર અને ફ્યુચરને લઈ એક ખાસ ચોઈસ હોય છે અને અન્ય દેશોમાં આ સપનાઓ સાકાર થઈ શકશે કે નહીં તે સવાલ છે.

જર્મની બની શકે છે વિકલ્પ

જર્મની નાનો પણ ઘણો વિકસિત દેશ છે અને છેલ્લા દસેક વર્ષથી ભારતીયો જાપાન અને જર્મનીની પસંદ કરવા લાગ્યા છે. જર્મનીએ ભારતીયોને સામેથી આમંત્રીત કર્યા છે. પણ જર્મનીએ પણ પહેલા ત્રણ વર્ષમાં વિઝાને ફાસ્ટ ટ્રેક કરવાના નિયમને રદ કર્યો છે. જર્મનીના રાજદૂતે ભારતીયોને આકર્ષવા એકવાર એમ કહ્યું હતું કે સ્થાનિકો એટલે કે જર્મનીઓ કરતા ભારતીયો અહીં વધારે કમાણી કરે છે. પણ વિઝાને લગતા નિયમોમાં ફેરફાર કર્યાહોવાથી ભારતીયો હજુ જર્મનીને ઓછું પસંદ કરે છે.

ભારતીયો માટે નવા રસ્તા ખુલશે પણ…

આ નિયમો જાહેર થયા ત્યારે ભારતીય પ્રોફેશનલ્સમાં એક નિરાશા કે ચિંતાનું વાતાવરણ હતું, પરંતુ નિષ્ણાતોનું માનવાનું છે કે ભલે અમેરિકી નિયમો પડકારજનક વિષય છે, પરંતુ ભારતીયો માટે અન્ય દેશોના દરવાજા ખુલી રહ્યા છે, જે આશાનું કિરણ લઈને આવ્યા છે. અમેરિકા સિવાય પણ એવા ઘણા દેશ છે જે ભારતીય એક્પર્ટને પોતાની સાથે જોડવા માગે છે. હવે તે લોકો ભારતીયોને સારી જૉબ ઓફર કરે તેવી પૂરી સંભાવના છે. યુરોપ, યુકે અને કેનેડા સાથે ચીન પણ ભારતીયો માટે વિકલ્પ બની શકે છે. જોકે અમેરિકાએ આઈટી ક્ષેત્ર સહિત અન્ય ક્ષેત્રોમાં જે હરણફાળ ભરી છે તે જોતા આ દેશો અમેરિકાના વિકલ્પ બની શકે કે નહીં તે એક સવાલ છે.

અમેરિકાએ વિઝા ફીમાં ઠોકી બેસેલા વધારા વિશે દેશ દુનિયામાં ઘણી ચર્ચા થઈ રહી છે. આનો એક ફાયદો એ પણ છે કે અન્ય દેશોને સમજાઈ ગયું છે કે ભારતીય પ્રોફેશનલ્સને જો અમેરિકા જવા નહીં મળે તો તેઓ બીજા દેશો તરફ નજર દોડાવશે. મળતી માહિતી અનુસાર યુકે ગ્લોબલ ટેલેન્ટ ટાસ્કફોર્સને સક્રિય કર્યું છે. આ સાથે યુકે વિશ્વની ટોચની પાંચ યુનિવર્સિટીમાં ભણેલા અથવા પોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત પુરસ્કારો જીતનારાઓ માટે વિઝા ફ્રી કરવાનો નિર્ણય લેવાની છે.
પણ સમસ્યા એ છે કે યુકે ખુદ ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. જુલાઈ 2025 થી, પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાનો સમયગાળો બે વર્ષથી ઘટાડીને 18 મહિના કરવામાં આવ્યો છે. વધુમાં, અંગ્રેજી ભાષાની આવશ્યકતાઓને કડક કરવામાં આવી છે, યુકેમાં ઘર લેવા માટે ઓછામાં ઓછા 10 વર્ષ અહીં રહેવાના નિયમો, આ સાથે યુકએ હેલ્થકેર વર્કરને વિઝા આપવાનું જ બંધ કરી દીધું છે. આવા સમયમાં ભારતીયો માટે યુકે સારો વિકલ્પ સાબિત થાય કે નહીં તે જોવાનું છે.

આપણ વાંચો:  H1B VS K Visa: ચીને ભારતીયોને ‘K વિઝા’નો વિકલ્પ આપ્યો, શું થશે ફાયદો?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button