અમેરિકા પછી હવે બ્રિટન બનશે આક્રમકઃ ‘ગેરકાયદે’ પ્રવાસીઓ પર લટકતી તલવાર…
![us deportation of indian citizens](/wp-content/uploads/2025/02/Home-Secretary-Yvette-Cooper.webp)
લંડનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં 104 ગેરકાયદે વસતા ભારતીયોને દેશ નિકાલ કર્યો છે ત્યાર બાદ હવે અમેરિકા વધુ 487 ભારતીય નાગરિકોને પરત મોકલવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે હવે બ્રિટને પણ ગેરકાયદે વસતા લોકો પર કાર્યવાહી કરવાનુ મન બનાવી લીધુ છે.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દેશમાં વસતા ગેરકાયદે લોકો પર કાર્યવાહી કરીને વતન પરત મોકલવામાં આવ્યા છે. અમેરિકાની આ કાર્યવાહી બાદ વિશ્વના અન્ય દેશો પણ આ જ માર્ગે આગળ વધી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. અમેરિકા બાદ હવે બ્રિટને ગેરકાયદે વસતા પ્રવાસીઓ પર કાર્યવાહી કરવા માટે ભારતીય રેસ્ટોરાં, બાર સહિતના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે કે જ્યાં તે લોકો કામ કરી રહ્યા હોય.
શું કહ્યુ બ્રિટન ગૃહ મંત્રાલયે?
આ કાર્યવાહીને બ્રિટનનાં ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં ગેરકાયદે કામ કરનારા લોકોને પકડવા માટેના ઓપરેશનનો એક હિસ્સો બતાવવામાં આવ્યો છે. ગૃહ સચિવના જણાવ્યા અનુસાર જાન્યુઆરી માસમાં 828 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરમિયાન 609 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બ્રિટનના ગૃહ વિભાગનાં જણાવ્યા અનુસાર આ કાર્યવાહી દરમીયાન રેસ્ટોરન્ટ, કાફે તેમજ ખાણીપીણી સંબંધિત ઉદ્યોગો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
Also read : શું ત્રણ વર્ષ બાદ સમાપ્ત થશે Russia Ukraine War, ડોનાલ્ડ ટ્રમ્પે કહી આ વાત…
દેશની અર્થવ્યવસ્થાને નુકસાન
બ્રિટનના ગૃહ વિભાગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રવાસી નિયમોનું સન્માન થવું જોઈએ અને તેનું પાલન કરવામાં આવે. કાર્યવાહી દરમિયાન જાણવાં મળ્યું કે ઘણા સ્થળોએ ગેરકાયદે પ્રવાસીઓથી કામ કરાવવામાં આવતું હતું અને તેમનું શોષણ પણ થઈ રહ્યું હતું. ઘણા લોકો પાસેથી કોઈ આધાર પુરાવા પ્રાપ્ત થયા નહોતા. આવી પ્રવૃત્તિઓથી માત્ર તે લોકોનાં જીવનું જોખમ નથી, પરંતુ દેશની અર્થ વ્યવસ્થાને પણ નુકસાન છે.