પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થશે દ્વિપક્ષીય મુલાકાત, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા…

કઝાનઃ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે કાલે દ્વિપક્ષીય મુલાકાત થશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, હું પુષ્ટિ કરું છું કે કાલે બ્રિક્સ શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થશે.
આ પણ વાંચો : BRICS સમિટમાં પીએમ મોદીએ પુતિન સામે યુક્રેન યુદ્ધનો મુદ્દો ઉઠાવી શું કહ્યું ? જાણો વિગત
ભારત અને ચીન વચ્ચે 2020 થી પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા વિવાદને લઈને સમજૂતી થઈ છે. ચીનના રાજદૂતો આજે ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓને મળ્યા હતા. બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી બાદ માનવામાં આવી રહ્યું છે કે બ્રિક્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની બેઠકમાં આ સમજૂતી પર ચર્ચા થઈ શકે છે.
બીજા તબક્કામાં શું ચર્ચા થશે
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે હાલમાં બંને દેશો એક ઉકેલ પર પહોંચી ગયા છે, જેને ચીન સકારાત્મક રીતે જોઈ રહ્યું છે. બીજા તબક્કામાં, બંને દેશો ઉકેલ યોજનાને અસરકારક રીતે કેવી રીતે લાગુ કરી શકાય તેના પર કામ કરશે. LAC પર ભારતીય સેના અને ચીની સેના વચ્ચે છેલ્લા ચાર વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો હતો, જેનો અંત આવ્યો તેને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો : લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના મડાગાંઠનો આવ્યો અંત, ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી
બ્રિકસ સમિટમાં સામેલ થવા માટે પીએમ મોદી નરેન્દ્ર મોદી મંગળવારે રશિયાના કઝાન શહેર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.