ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Brazil માં ગમખ્વાર માર્ગ અકસ્માત, 38 લોકોના મોત 13 ઘાયલ

મિનાસ ગેરાઈસ : બ્રાઝિલના(Brazil)મિનાસ ગેરાઈસ રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે.જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. જેમાં મળતી માહિતી મુજબ બસનું ટાયર ફાટતાં આ અકસ્માત સર્જાયો હતો. જેના કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ માહિતી ફાયર વિભાગના અધિકારીઓએ આપી હતી. જેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

સાઓ પાઉલોથી નીકળેલી બસમાં 45 મુસાફરો સવાર હતા

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે સાઓ પાઉલોથી નીકળેલી બસમાં 45 મુસાફરો સવાર હતા. પરંતુ રસ્તામાં તેનું ટાયર ફાટી ગયું હતું અને પછી તે ટ્રક સાથે અથડાઈ હતી. આ પછી એક કાર પણ આવી અને બસ સાથે અથડાઈ, જેમાંત્રણ મુસાફરો હતા તેમનો બચાવ થયો છે. આ અકસ્માત સવારે 4 વાગે થયો હતો.

અકસ્માત હાઈવે BR-116 પર થયો હતો

ઘટનાસ્થળની તસ્વીરોમાં જોઈ શકાય છે કે કચડાયેલી કાર પર એક ટ્રક ચડેલી છે, તેનું વ્હીલ કારની છત પર છે. મિનાસ ગેરાઈસ ફાયર વિભાગનું કહેવું છે કે અકસ્માત હાઈવે BR-116 પર થયો હતો. અકસ્માત બાદ વાહનનો કાટમાળ તસવીરોમાં જોઈ શકાય છે. બસમાં લાગેલી આગની તસવીર પણ સામે આવી છે, જેમાં બસ સળગતી જોવા મળી રહી છે.

Also Read – રશિયાના કઝાન શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવો હુમલો, ઈમારતો સાથે ડ્રોન અથડાયા

ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા

એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઘટના સ્થળે ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મિનાસ ગેરાઈસના ગવર્નર રોમ્યુ ઝેમાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમણે ટીઓફિલો ઓટોનીમાં BR-116 પર થયેલા દુ:ખદ અકસ્માતમાં “પીડિતોને મદદ કરવા અને તેમના પરિવારોને ટેકો આપવા” આદેશો આપ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button