બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગ પર પોલીસના દરોડા, 64 લોકોના મોત…

રિયો ડી જાનેરો : બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગ પર પોલીસે દરોડા પાડયા હતા. આ કાર્યવાહીમાં 64 લોકોના મોત થયા છે. જયારે 81 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે એક અધિકારીએ આપેલી માહિતી મુજબ મંગળવારે રિયો ડી જાનેરોમાં લગભગ 2,500 પોલીસ અને સૈનિકોએ ડ્રગ્સ હેરફેર કરતી ગેંગ પર દરોડા પાડ્યા હતા.
પોલીસ અને દાણચોરી કરતી ગેંગના સભ્યો વચ્ચે ગોળીબાર
આ અંગે પોલીસે જણાવ્યું કે, આ દરોડા દરમિયાન પોલીસ અને દાણચોરી કરતી ગેંગના સભ્યો વચ્ચે થયેલા ગોળીબારમાં ચાર પોલીસકર્મીઓ સહિત 64 લોકો માર્યા ગયા હતા. આ અંગે સરકારનું કહેવું છે કે આ કાર્યવાહીનું આયોજન છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહ્યું હતું. આ 2,500 થી વધુ સુરક્ષા કર્મચારીઓ સામેલ હતા.
કાર્યવાહીમાં અત્યાર સુધી 42 રાઈફલ જપ્ત
તેમજ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ દરોડા હજુ ચાલુ છે તેમજ મૃતકોની સંખ્યા હજુ વધી શકે તેમ છે. મીડિયા અહેવાલ મુજબ આ કાર્યવાહીમાં અત્યાર સુધી 42 રાઈફલ જપ્ત કરવામાં આવી છે. જેમાં પોલીસે ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગના નિયંત્રણ ધરાવતા વિસ્તારના ઘેરી લીધો હતો. તેમજ જયારે તેમાં પ્રવેશ કર્યો ત્યારે ગોળીબાર શરુ થયો હતો.
ગેંગના સભ્યોએ પોલીસ પર ડ્રોનથી હુમલો કર્યો
આ ઘટના અંગે, સરકારે જણાવ્યું હતું કે આ ગુનેગારોએ પેન્હા કોમ્પ્લેક્સમાં પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. જયારે યુએન માનવ અધિકાર કાર્યાલયે રિયો ડી જાનેરોમાં ડ્રગ્સના દાણચોરો તસ્કરો પર પોલીસ દરોડાને ભયાનક ગણાવ્યો છે.



