યુએસના વિઝા માટે $15,000 નો બોન્ડ પોસ્ટ કરવો ફરજીયાત બનશે! જાણો આ પાયલોટ પ્રોગ્રામના નિયમો વિષે

નવી દિલ્હી: આ વર્ષે જાન્યુઆરી મહિનામાં યુએસના રાષ્ટ્રપતિનું પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસની ઇમિગ્રેશન પોલિસીમાં ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેના ભાગ રૂપે યુએસના વિઝા મેળવવા માટેના નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે. એવામાં જાહેરાત કરવામાં આવી છે કે કેટલાક દેશોના નાગરિકોને યુએસના વિઝા મેળવવા માટે 15,000 યુએસ ડોલર (13.17 લાખ રૂપિયા)નો વિઝા બોન્ડ તરીકે ચૂકવવા (Bond for US Visa) પડશે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કરેલી જાહેરાત મુજબ વિઝા ઓવરસ્ટે ઘટાડવાના હેતુથી એક વર્ષ માટેના પાયલોટ પ્રોગ્રામના ભાગ રૂપે વિઝા બોન્ડ ફરજીયાત કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ આ પાયલોટ પ્રોગ્રામ 20 ઓગસ્ટથી શરૂ થશે. જે દેશોના યુએસ વિઝા ધારકોમાં વિઝા ઓવરસ્ટે રેટ વધુ છે, એ દેશોના ચોક્કસ એપ્લિકન્ટ્સને B-1 બિઝનેસ અને B-2 ટૂરિસ્ટ વિઝા મેળવવ બોન્ડ લાગુ પડશે.
આ નિયમ ક્યારથું લાગુ થશે?
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની નોટિસ મંગળવારે ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થશે. આ નોટીસ મુજબ નોન-ઇમિગ્રન્ટ વિઝા એપ્લિકન્ટ્સને કોન્સ્યુલર અધિકારીઓ યુએસના વિઝા આપવાની શરત તરીકે $15,000 સુધીના બોન્ડ પોસ્ટ કરવાની જરૂર પાડી શકે છે. ફેડરલ રજિસ્ટરમાં નોટીસ પ્રકાશિત થયાના 15 દિવસની અંદર આ પ્રોગ્રામ અમલમાં આવશે.
…તો બોન્ડની રકમ જપ્ત થઇ જશે:
નોટીસ મુજબ યુએસના વિઝા મેળવવા માટે બોન્ડની ઓછામાં ઓછી રકમ $5,000 રહેશે, અને જો વિઝા ધારક વિઝા શરતોનું પાલન કરશે તો તેને બોન્ડની રકમ પરત કરવામાં આવશે, જો તે મંજુરી કરતા વધુ સમય માટે યુએસમાં રહેશે બોન્ડની સંપૂર્ણ રકમ જપ્ત કરવામાં આવશે. નોટીસ મુજબ જેને યુએસના વિઝા માટે બોન્ડ ચૂકવવાની જરૂર છે, તેવા મુસાફરોને યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાક એરપોર્ટ પર એન્ટ્રી અને એક્ઝિટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ દેશો પર લાગુ થશે:
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ વર્ષ 2023માં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) ના અહેવાલમાં જેના નામ છે એવા “હાઈ વિઝા ઓવરસ્ટે રેટ” ધરાવતા દેશોના નાગરિકોને બોન્ડ સાઈન કરવો ફરજીયાત હશે. આ ઉપરાંત “ખોટી સ્ક્રીનિંગ અને વેટિંગ ઇન્ફોર્મેશન દર્શાવતા” દેશો માટે પણ આ નિયમો લાગુ થશે. જે દેશોમાં રહેવાસના સમયગાળાને ધ્યાનમાં લીધા વિના રોકાણ કરીને નાગરિકતા મેળવી શકાય છે, એવા દેશોના નાગરીકોને પણ બોન્ડ પોસ્ટ કરવાની જરૂર પડી શકે છે. વિઝા એપ્લિકન્ટની પ્રોફાઈલને આધારે બોન્ડ માફ કરી શકાય છે.
જો કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની નોટિસમાં આવા દેશોની યાદી જાહેર કરવામાં આવી નથી. એક અહેવાલ અનુસાર ચાડ, એરિટ્રિયા, હૈતી, મ્યાનમાર, યમન, બુરુન્ડી, જીબુટી અને ટોગો જેવા દેશોના મુસાફરોનો યુએસમાં ઓવરસ્ટે દર વધુ જોવા મળ્યો છે. વિઝા વેવર પ્રોગ્રામ હેઠળના દેશોના નાગરિકો અર આ બોન્ડ લાગુ પડશે નહીં.
આ પણ વાંચો…‘ઇમિગ્રેશન યુરોપને બરબાદ કરી રહ્યું છે’ ટ્રમ્પે યુરોપિયન નેતાઓને ચેતવણી આપી…