
ગ્લાસગો, સ્કોટલેન્ડઃ બ્રિટનના લ્યુટનથી ગ્લાસગો જતી ઇઝીજેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઇઝીજેટની ફ્લાઇટમાં એક મુસાફર અચાનક જોરથી બૂમો પાડવા લાગ્યો અને ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી આપી હતી. આ મુસાફરે વિમાનમાં જ ‘અમેરિકા મર્દાબાદ અને ટ્રમ્પ મુર્દાબાદ સાથે સાથે અલ્લાહુ અકબર જેવા નારાઓ પણ લગાવ્યા હતા. વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતી તાત્કાલિક વિમાનનું લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન વિમાનમાં સવાર દરેક લોકોના જીવ તાળવે ચોંટી ગયાં હતાં.
મુસાફરે વિમાનમાં લગાવ્યા અલ્લાહુ અકબરના નારા
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પ્રમાણે આ વ્યક્તિ ટોયલેટમાંથી બહાર આવ્યો અને વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા બૂમો પાડવા લાગ્યો હતો. જોકે, આ વ્યક્તિને અન્ય મુસાફરોએ તેને કાબૂમાં લઈ લીધો હતો. આ પછી, વિમાનમાં કટોકટી જાહેર કરવામાં આવી અને ATCનો સંપર્ક કર્યા કરવામાં આવ્યો છે. કટોકટીની સ્થિતિ જાહેર થતાં આ વિમાનનું ગ્લાસગો એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
ફ્લાઇટ ક્રૂએ તપાસ કરી પરંતુ બોમ્બ મળ્યો નહીં!
વિમાનમાં બોમ્બની ધમકી આપનાર અને અમેરિકી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરનાર મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. શા કારણે તેણે આવી ધમકી આપી તે મામલે અત્યારે તપાસ ચાલી રહી છે. ઇમરજન્સી લેન્ડિંગ દ્વારા પોલીસ વિમાનમાં ચઢી ગઈ અને આરોપીને હાથકડી પહેરાવી અને બહાર કાઢ્યો હતો. ફ્લાઇટ ક્રૂએ તેની બેગની તપાસ કરી, પરંતુ તેમાં કોઈ બોમ્બ મળ્યો નહીં. અન્ય એક મુસાફરે જણાવ્યું કે બાદમાં તે વ્યક્તિએ પોતે કબૂલાત કરી કે તેની પાસે બોમ્બ નથી. પરંતુ તેની સામે હવે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો…સાંઈ બાબા મંદિરમાં બોમ્બની ધમકી, સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી