ઇન્ટરનેશનલ

બોલો, આંતરરાષ્ટ્રીય મેચ અને મીડિયા રાઈટ્સના વેચાણ પર પાકિસ્તાન સરકારે ચલાવી કાતર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની કાર્યવાહક સરકારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને આંતરરાષ્ટ્રીય મેચો અને પાકિસ્તાન સુપર લીગના મીડિયા રાઇટ્સનું વેચાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ક્રિકેટ મેનેજમેન્ટ કમિટીના વડા ઝકા અશરફે ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાનો તેમનો પ્રવાસ મુલતવી રાખ્યો છે અને વડા પ્રધાન અનવારુલ ઉલ હક કાકડને મળવા માટે સમય માંગ્યો છે, જેઓ બોર્ડના મુખ્ય સંરક્ષક પણ છે.

સરકારના નિર્દેશ એવા સમયે આવ્યી છે જ્યારે પીસીબીની બાબતોનું સંચાલન કરતી સીએમસીએ પાકિસ્તાન સુપર લીગ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મીડિયા અધિકારોના વેચાણ માટે બિડ આમંત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

સરકારના આંતર-પ્રાંતીય સંકલન (રમત) મંત્રાલયે બોર્ડને એક નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે હવેથી કોઈ પણ મોટા સોદા પર હસ્તાક્ષર કરતા પહેલા સીએમસી-પીસીબીને સરકારની પરવાનગીની જરૂર પડશે
મંત્રાલયે જણાવ્યું હતું કે નોટિફિકેશનને કારણે અશરફને તેની અગાઉની ઓસ્ટ્રેલિયાની મુલાકાત મુલતવી રાખવી પડી હતી. સરકારના નોટિફિકેશનને અશરફના નેતૃત્વવાળી સીએમસી સામે અવિશ્વાસના મત તરીકે જોવામાં આવી રહ્યું છે. જૂલાઈમાં સીએમસી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળનાર અશરફને નવેમ્બરમાં ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે 4 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યું છે.

સીએમસીને આપવામાં આવેલા પ્રાથમિક આદેશોમાં પ્રાદેશિક એસોસિએશનો માટે ચૂંટણીઓ કરાવવા અને પીસીબીના નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે ‘બોર્ડ ઓફ ગવર્નર્સ’ની રચના કરવાનો હતો. પીસીબીને પીએસએલ અને સ્થાનિક મેચોના આંતરરાષ્ટ્રીય મીડિયા અધિકારોના વેચાણથી આશરે આઠથી નવ અબજ રૂપિયાની કમાણી થવાની ધારણા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button