Blasts in Israel: ઇઝરાયલના તેલ અવીવમાં ત્રણ બસમાં બ્લાસ્ટ, વિસ્ફોટકો પણ મળી આવ્યા…

તેલ અવીવ: ઇઝરાયલના તેલ અવીવ શહેરમાં ત્રણ બસમાં એક પછી એક વિસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો(Blast in Tel Aviv Israel) છે. અહેવાલ મુજબ આ વિસ્ફોટોમાં કોઈ જાનહાનિના થઇ નથી. ઇઝરાયલી પોલીસના જણાવ્યા મુજબ આ આતંકવાદી હુમલો હોઈ શકે છે, હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
Also read : સુનિતા વિલિયમ્સ આ તારીખે પૃથ્વી પર પરત ફરશે; જાણો Crew-10 મિશન વિષે
અહેવાલમાં જણાવ્યા મુજબ આ વિસ્ફોટો શહેરના બાટ યામ વિસ્તારમાં થયા હતા. ઇઝરાયલની પોલીસે જણાવ્યું હતું કે બે અન્ય બસોમાં લગાવવામાં આવેલા વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.
આ હુમલાઓ બાદ દેશના પરિવહન પ્રધાન મીરી રેગેવે વિસ્ફોટકોની તપાસ માટે દેશની તમામ બસ, ટ્રેન અને લાઇટ રેલ સેવાઓ બંધ કરી દીધી છે.
ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સીઝ(IDF)ને વેસ્ટ બેંકમાં ગતિવિધિઓ વધારવાનો આદેશ આપ્યો છે. IDF અને શિન બેટ આ હુમલાઓની તપાસ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાર્કિંગમાં ઉભેલી એક બસમાં આગ લાગી. તેલ અવીવ જિલ્લા પોલીસ વડા હૈમ સરગારોફે જણાવ્યું હતું કે વિસ્ફોટક ઉપકરણોમાં ટાઈમર ફીટ કરવામાં આવ્યા હતા.
Also read : પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં ચાર જવાનનાં મોત, પાંચ ઘાયલ
કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ ડિવાઈસ પર બદલાની ધમકી લખેલી હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં કેટલા લોકો સામેલ હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.