ઇન્ટરનેશનલ

બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ઝેર ઓકયું, કહ્યું સિંધુ નદીમાં કાં તો આપણું પાણી વહેશે અથવા તેમનું લોહી

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ વધુ વધ્યો છે. આ દરમિયાન ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલાં લીધા છે. જેમાં ભારતે સિંધી નદી જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેના લીધે પાકિસ્તાનમાં પાણીની તંગી સર્જાશે. જેની બાદ પાકિસ્તાનના નેતાઓ પાયાવિહોણા નિવેદન આપીને મુદ્દાને ઉછાળી રહ્યા છે. તેમાં હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આક્રમક અને ઉશ્કેરણીજનક નિવેદનો આપીને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.

બિલાવલ ભુટ્ટો એક જાહેર સભાને સંબોધિત કરતી સિંધુ જળ સંધિ અંગે ભારતના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેમજ ભારતને સીધી ધમકી આપી છે. તેમણે કહ્યું, હું સિંધુ નદીના કિનારે ઊભા રહીને ભારતને કહેવા માંગુ છું કે સિંધુ અમારી છે અને તે અમારી જ રહેશે. આ નદીમાં કાં તો આપણું પાણી વહેશે અથવા તેમનું લોહી વહેશે. આ નિવેદનને ભારત વિરુદ્ધ હિંસા માટે ખુલ્લી ઉશ્કેરણી તરીકે જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને એવા સમયે જ્યારે પહેલગામ હુમલાના પગલે સમગ્ર દેશમાં શોક અને આક્રોશનો માહોલ છે.

ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી

ભારતે વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ ૧૯૬૦માં હસ્તાક્ષર કરાયેલ સિંધુ જળ સંધિ (IWT) પર પુનર્વિચાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણી અંગેનો એક ઐતિહાસિક કરાર રહ્યો છે, જે બે યુદ્ધો દરમિયાન પણ અકબંધ રહ્યો હતો. પરંતુ સતત આતંકવાદી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાનની અસહકારાત્મક ભૂમિકાને કારણે, ભારતે હવે તેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

બિલાવલ ભુટ્ટોએ ભારતને આક્રમક ગણાવ્યું

પાકિસ્તાની નેતા ભુટ્ટોએ દાવો કર્યો હતો કે ભારતે સિંધુ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતની વસ્તી આપણા કરતા મોટી હોઈ શકે છે, પરંતુ પાકિસ્તાનના લોકો બહાદુર છે. અમે સરહદો પર અને પાકિસ્તાનની અંદર પણ લડીશું. આપણો અવાજ ભારતને યોગ્ય જવાબ આપશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદની નિંદા કરવાને બદલે, પાકિસ્તાનનું રાજકીય નેતૃત્વ આક્રમક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. જેના કારણે રાજદ્વારી વાટાઘાટોની શક્યતાઓ વધુ ઘટી રહી છે.

ભારતે ઘણા નક્કર પગલાં લીધાં

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ઘણા નક્કર પગલાં લીધાં છે. આમાં ફક્ત પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા અને તેમના દેશનિકાલના આદેશો જ નહીં, પરંતુ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના પગલાં પણ શામેલ છે. ભારત વિશ્વ બેંક સાથે આ સંધિની નવેસરથી સમીક્ષા કરી રહ્યું છે.

આ પણ વાંચો… પાકિસ્તાનની સુરક્ષા સમિતિની બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા, શાહબાઝ શરીફે કહ્યું પાણી બંધ કરવું એ યુદ્ધ જેવું ગણાશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button