ઈઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે ઈરાને આપ્યું સૌથી મોટું નિવેદન
ગાઝા પટ્ટીઃ ઈઝરાયલ અને પેલેનસ્ટાઈન આતંકવાદી સંગઠનની વચ્ચે લોહિયાળ યુદ્ધ છેડાઈ ગયું છે. બંને દેશમાંથી ચારેક હજાર લોકોનાં મોત થઈ ચૂક્યા છે, ત્યારે ઈરાનના વિદેશ મંત્રાલયે સૌથી મોટો દાવો કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે જો ઈઝરાયલ ગાઝા પટ્ટા પરની એર સ્ટ્રાઈક બંધ કરે તો હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા 200 લોકોને છોડી મૂકશે.
જોકે, ઈરાનના આ નિવેદન મુદ્દે આતંકવાદી સંગઠન હમાસવતીથી કોઈ નિવેદન આપ્યું નથી. નાસિર કનાનીએ દાવો કર્યો છે કે હમાસ એ તમામ ઈઝરાયલના નાગરિકોને છોડવાની તૈયારી કરી રહી છે, જે યુદ્ધ વખતે બંધક બનાવવામાં આવ્યા છે.
જોકે, સૌથી મોટી મુશ્કેલી છે કે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને છોડી મૂકવા તૈયાર થઈ શકે છે જો ઈઝરાયલ વતીથી ગાઝાના અલગ અલગ હિસ્સામાં બોમ્બમારો રોકવામાં આવે.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ હમાસનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે હમાસ આ યુદ્ધ ચાલુ રાખવામાં તો મુશ્કેલી નથી. તેમની પાસે ઈઝરાયલનો સામનો કરવા માટે પર્યાપ્ત લશ્કરી ક્ષમતા છે.
બીજી બાજુ ઈરાને ઈઝરાયલને ચેતવણી આપતા કહ્યું છે કે આગામી દિવસોમાં તેમના તરફથી પણ ગાઝાને મદદ કરવામાં આવશે અને ઈરાન પણ યુદ્ધ કૂદી પડશે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ અમેરિકા પર હુમલો કર્યો હતો. નાસિર કનાનીએ આ યુદ્ધના પાછળ અમેરિકાને દોષી ગણાવ્યું હતું અને તેની જોરદાર ટીકા કરી હતી.