શું ટ્રમ્પ પ્રમુખપદનો કરે છે દુરુપયોગ? ટ્રમ્પ વાઈન કોસ્ટ ગાર્ડના સ્ટોર્સમાં વેચાતા વિવાદ

અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બ્રાન્ડેડ વાઇન અને સાઇડર હવે સૈન્ય કર્મીઓ માટેના ડ્યુટી ફ્રી સ્ટોર્સમાં વેચાઈ રહી હોવાના મીડિયા રિપોર્ટસ સામે આવ્યા હતા. જે બાદ વિરોધના વંટોળ બનાવાના શરૂ થઈ ચૂક્યા છે. અહેવાલો સામે આવતાની સાથે જ નૈતિકતા અને કાયદાકીય મુદ્દાઓ પર મોટો હોબાળો થયો છે. વોશિંગ્ટન ડીસી અને વર્જિનિયામાં કોસ્ટ ગાર્ડના સ્ટોર્સમાં ટ્રમ્પના નામની બોટલો જોવા મળી, જેનાથી ટ્રમ્પ ફેમિલી પર પ્રમુખપદનો દુરુપયોગ કરીને પૈસા કમાવવાના આરોપો ફરી ગરમાયા છે.
અહેવાલ મુજબ, કોસ્ટ ગાર્ડના હેડક્વાર્ટર્સ અને સેન્ટ્રેવિલના સ્ટોર્સમાં ટ્રમ્પ વાઇન અને સાઇડરની બોટલો મુકાઈ છે. આ સ્ટોર્સમાં સૈનિકોને ટેક્સ ફ્રી ખરીદીની સુવિધા મળે છે. હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીએ પણ આ વાતની પુષ્ટિ કરી કે આ વાઇન વેચાઈ રહી છે અને તેનાથી કોઈ કાયદાનો ભંગ થતો નથી. ટ્રમ્પના પ્રતિનિધિઓએ કહ્યું કે આ લાઇસન્સિંગ ડીલનો ભાગ છે, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખનો સીધો સંબંધ નથી.
નિગરાની સંસ્થા CREWના જોર્ડન લિબોવિટ્ઝે કહ્યું, “કાયદાકીય રીતે તો કદાચ કંઈ ખોટું નહીં હોય, પરંતુ અહિં નૈતિકતા અને દેખાવનો મુદ્દો જરૂર છે.” જો સરકાર આ વાઇન થોકમાં ખરીદે તો સંવિધાનના એમોલ્યુમેન્ટ્સ ક્લોઝનો ભંગ થઈ શકે, જે પ્રમુખને વેતન સિવાય વધારાના લાભ લેવાથી રોકે છે. નિષ્ણાંતો પ્રમાણે આ સરકારી સુવિધાઓના વેપારીકરણ તરીકે ટીકા કરી છે.
આ ઘટના ટ્રમ્પ ફેમિલીના પાકિસ્તાન સાથેના ક્રિપ્ટો વેન્ચર સાથે જોડાઈ છે. 2025માં વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ (WLF)એ પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ સાથે ડીલ કરી, જેમાં ટ્રમ્પના પુત્રોની મોટી હિસ્સેદારી છે. આ ડીલ પહલગામ આતંકી હુમલા પછી થઈ, જેના કારણે તેના પર આરોપ લગાવવામાં આવ્યા કે ટ્રમ્પ પાકિસ્તાનને વધુ મહત્વ આપી ભારત સાથે સંબંધ બગાડી રહ્યું છે.
પૂર્વ NSA જેક સુલિવનએ એક પોડકાસ્ટમાં જણાવ્યું કે, ટ્રમ્પે પાકિસ્તાન સાથે વેપારી ડીલ્સ માટે ભારતને અવગણી, જે ચીન સામેની વ્યૂહરચનાને નુકસાન કરે છે. આલોચકો કહે છે કે ટ્રમ્પની આ કારબારીઓથી અમેરિકાની વૈશ્વિક છબી ખરડાઈ છે અને ભારત જેવા મિત્રોને ચીન તરફ ધકેલી રહી છે.
આપણ વાંચો: પાકિસ્તાની યુદ્ધ જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, ભારતની ચિંતા વધી



