ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને મોટો ફટકો: કોઈપણ ચેતવણી વગર H1B વિઝાનું ઇન્ટરવ્યૂ શિડ્યુલ બદલાયું

H1B વિઝાના ઇન્ટરવ્યૂ શિડ્યુલ સીધા ઓક્ટોબર 2026 સુધી લંબાવાયા

નવી દિલ્હી: અમેરિકામાં ડૉનાલ્ડ ટ્ર્મ્પની સરકારે H1B વિઝાની પોલિસીમાં ઘણા ફેરફાર કર્યો છે. જેનાથી અમેરિકામાં રહેતા ભારતીયોની મુશ્કેલીઓ વધી છે. તાજેતરમાં H1B વિઝાના રિન્યુઅલને લઈને ભારત આવેલા લોકો એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. H1B વિઝાના રિન્યુઅલ માટેના ઇન્ટરવ્યૂનું શિડ્યુલ કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી વગર બદલી નાખવામાં આવ્યું છે. જેથી ભારતથી અમેરિકા જવા ઈચ્છતા લોકો ક્યારે અમેરિકા પહોંચશે તેવો સવાલ ઊભો થયો છે.

ઇન્ટરવ્યૂ શિડ્યુલની તારીખ ઓક્ટોબર 2026માં પહોંચી

H1B વિઝાના રિન્યુઅલની અરજી કરનાર ભારતીયોની મુશ્કેલી વધી છે. કારણ કે ડિસેમ્બર 2025ના બીજા પખવાડિયામાં જે ઇન્ટરવ્યૂ શિડ્યુલ કરવામાં આવ્યા હતા. જેની તારીખ કોઈપણ પ્રકારની ચેતવણી વગર બદલી નાખવામાં આવી છે. કેટલાક કિસ્સાઓમાં નવી તારીખ ઓક્ટોબર 2026 સુધી લંબાવાઈ છે. જેનાથી લોકોની નોકરી અને ભવિષ્યના પ્લાન ખોરવાવાની સંભાવના રહેલી છે.

H1B વિઝાના રિન્યુઅલની અરજીનું ઇન્ટરવ્યૂ શિડ્યુલ બદલાવું એ અમરિકન પ્રશાસનની વિઝા પ્રક્રિયા છે. મળતી માહિતી મુજબ, વિઝાની અરજી કરનારના બેકગ્રાઉન્ડની તપાસ અને સોશિયલ મીડિયાના વેરિફિકેશનના નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. હવે પહેલા કરતા વધારે ગહન રીતે વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી 15 ડિસેમ્બર બાદ થનારા દરેક H1B વિઝા ઇન્ટરવ્યૂને અટકાવી દેવામાં આવ્યા છે.

જૂની એપોઇન્ટમેન્ટ ડેટ પર દૂતાવાસ આવશો નહીં

H1B વિઝા ઇન્ટરવ્યૂના બદલાયેલા શિડ્યુલને લઈને અમેરિકી દૂતાવાસ જણાવ્યું છે કે, “જે લોકોને નવી તારીખ આપવામાં આવી છે. તેઓ પોતાની જૂની એપોઇન્ટમેન્ટ ડેટ પર દૂતાવાસ પર ન પહોંચે. અન્યથા તેઓને પ્રવેશ મળશે નહી.”

અમેરિકી દૂતાવાસના આ નિર્ણયની અસર ખાસ કરીને એવા લોકો પર પડશે, જેઓ ઇન્ટરવ્યૂ માટે ભારત આવી ગયા છે. જોકે, તેમની પાસે માન્ય H1B વિઝા સ્ટેપ ન હોવાથી, તે અમેરિકા પરત ફરી શક્યા નથી.જેથી ઘણા પ્રોફેશનલ્સની નોકરી જોખમમાં મૂકાઈ છે. આ સિવાય કેટલીક કંપનીઓના પ્રોજેક્ટ પણ ડિલે થાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકી દૂતાવાસના નવા નિયમોને લઈને માત્ર H1B વિઝાના ઇન્ટરવ્યૂનું જ નહીં અન્ય વિઝા કેટેગરીના ઇન્ટરવ્યૂનું શિડ્યુલ પણ બદલવામાં આવ્યું છે. જોકે, આ શિડ્યુલ બદલાવાના કારણે કેટલા લોકોની મુશ્કેલી વધી છે, તેનો કોઈ સત્તાવાર આંકડો સામે આવ્યો નથી.

આપણ વાંચો:  બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો યથાવત, બેકાબૂ ભીડ બેરિકેડ તોડી સંસદ ભવનમાં પ્રવેશી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button