Baltimore bridge collapse: 6 લોકો હજુ પણ ગુમ, જહાજના તમામ ક્રૂ મેમ્બર ભારતીય, રાષ્ટ્રપતિ બાઈડેનનું નિવેદન…
બાલ્ટીમોર: ગઈ કાલે અમેરિકાના બાલ્ટીમોર(Baltimore) શહેરમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. શહેરમાંથી પસાર થતી પેટેપ્સકો(Patapsco) નદી પર આવેલા ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ(Francis Scott Key bridge) સાથે કન્ટેનર જહાજ અથડાયું હતું, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. આ અકસ્માતને કારણે લગભગ 8 લોકો નદીમાં પડ્યા હતા, જેમાંથી 2નો આબાદ બચાવ થયો હતો. જો કે હજુ 6 લોકો ગુમ છે. અકસ્માત અંગે યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden)એ પણ નિવેદન આપ્યું છે.
યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને નિવેદનમાં કહ્યું કે બાલ્ટીમોર બ્રિજ તૂટી પડતા 8 લોકો ગુમ થયા હતા, જેમાંથી 2ને બચાવી લેવામાં આવ્યા હતા. તેમાંથી એકને કોઈ ઈજા થઈ ન હતી. જ્યારે અન્ય એકની હાલત નાજુક છે. 6 લોકો હજુ પણ લાપતા છે, બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
બાઈડેને વધુમાં કહ્યું કે, બાલ્ટીમોર બંદરમાં જહાજોની અવરજવર હાલમાં બંધ કરવામાં આવ્યું છે. હવે અકસ્માત બાદ પ્રથમ ચેનલની સફાઈ કરવામાં આવશે. આ પછી જ કોઈ જહાજ અહીંથી પસાર થઈ શકશે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા બાઈડેને કહ્યું, ‘ઘટના પર તૈનાત અધિકારીઓનો અંદાજ છે કે 6 લોકો હજુ પણ ગુમ છે. જો કે આ સંખ્યા વધી પણ શકે છે. તમામને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
Joe Biden says his Secretary of Transportation Pete Buttigieg has arrived in Baltimore. So Biden sends Mayor Pete to Baltimore less than 24 hours after the Key Bridge collapse but waits weeks to send Buttigieg to East Palestine, Ohio. This is because Baltimore votes Democrat. pic.twitter.com/F06SoB3GkI
— Charles R Downs (@TheCharlesDowns) March 26, 2024
અત્યાર સુધી મળેલા તમામ પુરાવા સૂચવે છે કે આ ઘટના જાણી જોઈને સર્જવામાં આવી નથી. ફેડરલ સરકાર અકસ્માતમાં નાશ પામેલા પુલનું પુનઃનિર્માણ કરશે. આ અકસ્માત સર્જાવા પાછળનું કોઈ ચોક્કસ કરણ હજુ જાણવા મળ્યું નથી. જોકે ફૂટેજ જોયા બાદ, નિષ્ણાતોએ અકસ્માતના ચાર કારણો આપ્યા છે, મુખ્ય એન્જિન ફેઈલ થઇ જવું, સ્ટીયરિંગની ફેઈલ, જનરેટર બ્લેકઆઉટ અને પાઇલટની ભૂલને કારણે અકસ્માત થયો હોઈ શકે.
અમેરિકાના બાલ્ટીમોરમાં એક 948 ફૂટનું કન્ટેનર જહાજ પુલના પિલર સાથે અથડાયું, ત્યારબાદ પુલનું માળખું પાણીમાં તૂટી પડ્યું હતું. અકસ્માત સમયે પુલ ક્રોસ કરી રહેલા કેટલાક વાહનો પાણીમાં પડી ગયા હતા. ‘DALI’ તરીકે ઓળખાતું આ જહાજ અમેરિકાના બાલ્ટીમોરથી શ્રીલંકાના કોલમ્બો માટે રવાના થયું હતું અને સવારે 1.30 વાગ્યે પુલ સાથે અથડાયું હતું. અમેરિકાના બાલ્ટીમોરમાં ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ પર જે કન્ટેનર શિપ અથડાયું તેમાં સવાર તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય હતા. આ જહાજનું સંચાલન કરતી કંપનીએ કહ્યું કે તે તમામ સુરક્ષિત છે.