ઇન્ટરનેશનલ

Genocide in Gaza: બાઈડેનની બેવડી નીતિ! ઇઝરાયેલની ટીકા પણ કરી અને હથિયારો પણ આપ્યા

વોશિંગ્ટન: પેલેસ્ટાઇનની ધરતી પર ઇઝરાયલના ગેરકાયદે કબજા(Israeli occupation on Palestine)ની દુનિયાભરના દેશોએ ટીકા કરી હોવા છતાં, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA) સતત ઇઝરાયલને સમર્થન આપતું રહ્યું છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનાથી ઇઝરાયલે ગાઝા પર શરુ કરેલા હુમલામાં નિર્દોષ પેલેસ્ટીનિયન નાગરીકોનો નરસંહાર(Genocide in Gaza) થઇ રહ્યો હોવા છતાં અમેરિકા ઇઝરાયલને સમર્થન આપતું આવ્યું છે. એવામાં હવે થોડા સમયથી જો બાઈડેન(Joe Biden) સરકારનું વલણ બદલાઈ રહ્યું હોય એવું જણાઈ રહ્યું છે, રાષ્ટ્રપતિ બઈડન પ્રસાશન ઇઝરાયલને હુમલા રોકવા ચેતવણી આપી રહ્યા છે. તો બીજી તરફ અમેરિકા ઇઝરાયલને હથિયાર પણ આપી રહ્યું છે. જેને કારણે અમેરિકાનું બેવડું વલણ જાહેર થયું છ

7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના હુમલા પછી ઇઝરાયેલની કાર્યવાહીને કારણે મોટી સંખ્યામાં પેલેસ્ટિનિય નાગરીકો વિસ્થાપિત થઇ ઈજીપ્ત સાથે જોડાયેલી રફાહ બોર્ડર((Rafah Border) પાસે શરણ લીધું છે. ઇઝરાયલ આ શરણાર્થી કેમ્પ પર પણ હુમલા કરી રહ્યું છે, જેને કારણે અમેરિકાએ ઈઝરાયલને વધુ હુમલા ન કરવા કહ્યું છે.

અમેરિકાએ ઈઝરાયેલને પૂછ્યું છે કે તેમની આર્મી ગાઝાના રહેણાંક વિસ્તારો પર શા માટે હુમલો કરી રહી છે? પરંતુ બીજી તરફ અમેરિકા પોતે જ ઈઝરાયલને હથિયાર સપ્લાય કરી રહ્યું છે અને યુદ્ધમાં મદદ કરી રહ્યું છે. હવે અમેરિકા ખુદ હુમલા પર જ સવાલો ઉઠાવી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ નીતિ મૂંઝવણમાં છે અને તેમની નીતિ મૂંઝવણભરી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ઇઝરાયેલને હથિયારો અને સાધનોની સપ્લાય રોકવાની જાહેરાતથી ઘણા લોકો આશ્ચર્યચકિત થયા હતા. બાઈડેને દસ દિવસ પહેલા 9 મેના રોજ આ જાહેરાત કરી હતી. આ જેહેરાત બાદ થોડા દિવસોમાં જ અમેરિકાએ ઇઝરાયલને એક અબજ ડોલરથી વધુ કિંમતના શસ્ત્રો આપવાની જાહેરાત કરી, જેને કારણે બાઈડેનની સવાલ ઉભા થયા છે. અમેરિકામાં આ બાબતે ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

ક્યારેક અમેરિકા હમાસ વિરુદ્ધ ઇઝરાયલના હુમલાનું સમર્થન કરે છે, તો ક્યારેક ઈઝરાયેલને આંખ બાતાવે છે. આ અમેરિકાના બેવડા ધોરણો દર્શાવે છે. જેને કારણે રાષ્ટ્રપતિ બાઈડેન અમેરિકામાં જ ઘેરાઈ ગયા છે. આગામી મહિનાઓમાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવવાની હોવાથી આ મુદ્દો મહત્વનો બની શકે છે.

અમેરિકા પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. વાસ્તવમાં આખી દુનિયા નિર્દોષ નાગરિકો પર હુમલા બંધ કરવાની અપીલ કરી રહી હતી, પરંતુ અમેરિકાએ ઈઝરાયેલને સમર્થન કરવાનું ચાલુ રાખ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા સમગ્ર વિશ્વમાં એકલું પડી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button