ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

‘જો બાઈડેન ડિમેન્શિયાથી પીડિત છે, કમલા હેરિસ તેમનું સ્થાન લઈ શકે છે’, અમેરિકન પત્રકારનો મોટો દાવો

વોશિંગ્ટન: છેલ્લા ઘણા મહિનાઓથી યુએસએના રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden)ની માનસિક સ્થિતિ અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે. એવામાં યુએસના રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસ(Tucker Carlson)ને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ જો બાઈડેન ડિમેન્શિયા(Dementia) થી પીડાઈ રહ્યા છે, બાઈડેન આ હકીકત દેશથી છુપાવી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

ટકર કાર્લસને દાવો હતો કે ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં બાઈડેનની જગ્યાએ કમલા હેરિસને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવી શકે છે. 27 જૂનના રોજ એટલાન્ટામાં યોજાયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટના થોડા દિવસો બાદ કાર્લસને દાવો કર્યો છે, જેમાં જો બાઈડેનનું પ્રદર્શન મોટાભાગના ડેમોક્રેટ્સ માટે આઘાતજનક રહ્યું હતું.

યુએસની એક જાણીતી ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ સિડનીના ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે 4,000 ચાહકોની સામે બોલતા, ટકર કાર્લસને કહ્યું કે પત્રકારોના વેશમાં કેટલાક ડેમોક્રેટ કાર્યકરોએ જો બિડેનને ડિમેન્શિયા છે, તે છુપાવવાનો પ્રયાસ કર્યો. કાર્લસને કહ્યું કે અમેરિકન મીડિયાનું એવું વર્તન કે જાણે તેમને આ વિશે હમણાં જ ખબર પડી હોય, તે આઘાતજનક છે. તેમણે કહ્યું કે જો બાઈડેન ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ વધી શકશે નહીં.

કેટલીક મીડિયા આઉટલેટ્સની ટીકા કરતા ટકર કાર્લસને કહ્યું, ‘કાં તો તેઓ ખરેખર મૂર્ખ છે… અથવા તેઓ જૂઠા છે, તેઓ ખરેખર અપ્રમાણિક છે, તેઓ તમારાથી સ્પષ્ટ વસ્તુઓ છુપાવી રહ્યાં છે.’ તેમણે દાવો કર્યો હતો કે ઘણા અગ્રણી ડેમોક્રેટિક નેતાઓએ સૂચવ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાઈડેન માનસિક રીતે અસ્થિર છે અને તેમને રાષ્ટ્રપતિની રેસમાંથી દૂર કરી શકાય છે. કાર્લસન આને ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષો માટે એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે જુએ છે, ખાસ કરીને 11 જુલાઈના રોજ હશ મની કેસમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખતા.’

ટકર કાર્લસને X પર એક પોસ્ટમાં કહ્યું, ‘ડેમોક્રેટિક પાર્ટીના ઘણા અગ્રણી નેતાઓએ સૂચવ્યું છે કે બાઈડેનનું માનસિક સંતુલન સારું નથી. તેમને દૂર કરવા પડશે, અને તેઓ આમ કરશે. એકમાત્ર પ્રશ્ન એ છે કે ક્યારે. જો તેઓ સમજદાર હશે તો તેઓ આ નિર્ણય બહુ જલ્દી લેશે. જો કમલા ઉમેદવાર બને છે તો તે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની શકે છે. હવે ફોકસ ટ્રમ્પ અને 11મી જુલાઈના રોજ તેમની સજા અંગેના નિર્ણય પર રહેશે.”

કાર્લસને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ટ્રમ્પને હવે માત્ર રિપબ્લિકન ઉમેદવાર તરીકે નહીં, પરંતુ સંભવિત રાષ્ટ્રપતિ તરીકે જોવામાં આવી રહ્યા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો