Benjamin Netanyahu: હજારો ઇઝરાયેલી નાગરીકો નેતન્યાહુ સરકાર સામે રસ્તા પર ઉતર્યા, રાજીનામાની માંગ
હમાસ સામે ઇઝરાયેલ યુદ્ધ(Hamas-Israel war)ના 6 મહિના પુરા થઇ ગયા છે, યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. ત્યારે ઇઝારલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ(Benjamin Netanyahu) સામે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હજારો ઇઝરાયેલી નાગરીકોએ શનિવારે રાત્રે રસ્તાઓ પર ઉતરીને વડા પ્રધાન નેતન્યાહુ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શનના આયોજકોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે વિવાદાસ્પદ ન્યાયિક સુધારાઓ સામે સામૂહિક વિરોધ થયો કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં લગભગ 100,000 લોકો તેલ અવીવના “ડેમોક્રેસી સ્ક્વેર” પર એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓ નેતન્યાહુના રાજીનામા અને ફરીથી ચૂંટણી માટે માંગ કરી હતી. તેલ અવીવમાં પ્રદર્શનકારીઓ સાથે હમાસે બંધક બનાવેલા લોકોના પરિવારોના સભ્યો પણ જોડાયા હતા.
ઇઝરાયેલી મીડિયાએ જણાવ્યું હતું કે તેલ અવીવ રેલીમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી અને પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
આપણ વાંચો: ઇઝરાયલના સવાલ પૂછતા હમાસ પ્રવક્તા થયા નારાજ, માઇક પટકીને કહ્યું બંધ કરો ઇન્ટરવ્યુ
તેલ અવીવ ઉપરાંત અન્ય શહેરોમાં પણ વિરોધ રેલીઓ યોજવામાં આવી હતી, જેમાં ઇઝરાયેલના વિપક્ષી નેતા યાયર લેપિડે કેફર સબામાં રેલીને સંબોધતા કહ્યું કે તેઓ કંઈ શીખ્યા નથી, તેઓ બદલાયા નથી. જ્યાં સુધી આપણે તેમને ઘર ભેગા નહીં કરીએ ત્યાં સુધી તેઓ આ દેશને આગળ વધવાની તક નહીં આપે.
અગાઉ, ઇઝરાયલી સેનાએ જાહેરાત કરી હતી કે સૈનિકોએ 7 ઓક્ટોબરના હુમલા દરમિયાન હમાસ દ્વારા અપહરણ કરાયેલા બંધકનો મૃતદેહ મેળવ્યો હતો. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું હતું કે, નીર ઓઝ કિબુત્ઝના 47 વર્ષીય ખેડૂત ઇલાડ કાત્ઝીરનો મૃતદેહ દક્ષિણ ખાન યુનિસમાં મળી આવ્યો હતો
12 બંધકોના મૃતદેહો ઇઝરાયલમાં પરત લાવવામાં આવ્યા છે. સૈન્યનું કહેવું છે કે ગાઝામાં હજુ પણ 129 ઇઝારાલી નાગરીકોને પકડી રાખવામાં આવ્યા છે, જેમાંથી 34ના મોત થઇ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.