અમારા બંધકોને છોડવામાં નહિ આવે ત્યાં સુધી ગઝામાં કોઈ સુવિધા કે યુદ્ધ વિરામ નહિ…
તેલ અવીવ: વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ફરી એકવાર હમાસ સાથે ચાલતા યુદ્ધ વિશે એજ વાત કહી હતી તેમને જણાવ્યું હતું કે ગાઝાને કોઈ સુવિધા પૂરી પાડવામાં આવશે નહીં અને હમાસ જ્યાં સુધી અમારા બંધક બનાવેલા ઇઝરાયલીઓને મુક્ત નહીં કરે ત્યાં સુધી હમાસ સાથે યુદ્ધવિરામ નહીં થાય.
હમાસ સાથે ઇઝરાયલના યુદ્ધની એક મહિના જેટલો સમય થઈ ગયો છે ત્યારે ઘણા દેશો ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધને રોકવા માટે પહેલ કરી રહ્યા છે. પરંતુ ઈઝરાયલના પીએમ હાલ યુદ્ધને રોકવા માટે સહેજ પણ તૈયાર નથી. પીએમ નેતન્યાહુએ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહને ચેતવણી આપી હતી કે જો તે લેબનોનમાં તેના બેઝ પરથી યુદ્ધમાં નવો મોરચો ખોલશે તો તે તેમના જીવનની સૌથી મોટી ભૂલ હશે.
નોંધનીય છે કે ઇઝરાયલ-હમાસ યુદ્ધ સાત ઓક્ટોબરના રોજ શરૂ થયું જ્યારે ઇસ્લામિક જૂથ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલ પર હુમલો કર્યો.
જવાબમાં ઇઝરાયલે પેલેસ્ટિનિયન પ્રદેશમાં હમાસ પર જોરદાર હુમલો કર્યો હતો. જો કે હવે યુદ્ધવિરામ અથવા માટે આંતરરાષ્ટ્રીય કોલ્સ વધી રહ્યા છેપરંતુ નેતન્યાહુએ કહ્યું હતું કે જ્યાં સુધી અમારા બંધકોને મુક્ત કરવામાં નહિ આવે ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં યુદ્ધવિરામ નહીં થાય.