ઇન્ટરનેશનલનેશનલ

ટ્રમ્પ 100 દેશો પર 10% બેઝલાઇન ટેરીફ લગાવશે; ભારત પર ફૂટશે ‘ટેરીફ બોમ્બ’?

વોશીંગ્ટન ડી સી: ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અંગે સૌથી વધુ સક્રિય રહ્યા છે. ટ્રમ્પ સરકારે રેસિપ્રોકલ ટેરિફમાંથી આપેલી 90 દિવસની મુક્તિ 9 જુલાઈ 2025 ના રોજ સમાપ્ત થઈ રહી છે, આ ડેડલાઇન બાદ ટેરીફ લાગુ થતાં દુનિયા સંખ્યાબંધ દેશોના વેપારને માઠી અસર પહોંચી શકે છે. એવામ ટ્રમ્પ વહીવટીતંત્ર 100 દેશો પર 10 ટકા બેઝલાઈટ ટેરિફ લાદવાની તૈયારી કરી રહી છે.

યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બેઝલાઈટ ટેરિફ લાગુ કરવા અંગે પુષ્ટિ કરી છે. સ્કોટ બેસન્ટે કહ્યું છે કે બેઝલાઇન ટેરિફ વ્યાપકપણે લાગુ થશે. આ ટેરિફ એ દેશો પર પણ લાગુ થશે જેની સાથે હાલમાં વાટાઘાટો ચાલી રહી છે.

આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ વધાર્યો…

જોકે એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું, “એ જોવાનું રહેશે કે હાલ વાટાઘાટો કરી રહેલા દેશો સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેવી રીતે વ્યવહાર કરે છે? મને લાગે છે કે લગભગ 100 દેશો પર ઓછામાં ઓછા 10% ના પારસ્પરિક ટેરિફ લાગુ થશે.”

ભારત સહીત 12 દેશો પર લાગશે વધુ ટેરીફ:

ડોનાલ્ડ ટ્રમ્પ 12 દેશો પર વધુ પડતા ટેરિફ લાગુ કરી શકે છે, આ અંગે સોમવારે જાહેરાત કરવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પે લગભગ 12 દેશો માટે ટ્રેડ લેટર સાઈન કર્યા છે. સોમવારે આ પત્રો ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’ અલ્ટીમેટમ સાથે તમામ 12 દેશોને મોકલવામાં આવશે. આ 12 દેશોમાં ભારત, જાપાન અને યુરોપિયન યુનિયન સામેલ હોઈ શકે છે.

આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા ભારત ટેરિફ ડીલ ઝડપથી થશે, પીયૂષ ગોયલ અમેરિકા પહોંચ્યા

ભારતની નિકાસને થશે અસર:

ટ્રમ્પે વહીવટીતંત્રએ ભારત પર 26% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, હાલ આ ટેરીફ પરનો કામચલાઉ પ્રતિબંધ પણ 9 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. જો ત્યાં સુધીમાં ભારત-અમેરિકા વચ્ચે કોઈ વચગાળાનો કરાર ન થાય, તો આ ટેરિફ ભારતીય નિકાસને અસર કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button