વોશિંગ્ટનઃ ઇઝરાયલ-હમાસ વચ્ચેનો સંઘર્ષ દિવસે દિવસે વધુ ગંભીર બનતો જઇ રહ્યો છે. આ યુદ્ધ પર પૂરા વિશ્વની નજર છે. દરમિયાન, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ સોમવારે કહ્યું હતું કે હમાસ સામેના યુદ્ધમાં ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં લાદવામાં આવેલા ખોરાક, પાણી, દવા પર કાપ જેવા કેટલાક પ્રતિબંધો પેલેસ્ટિનિયનના વલણને ઓર ભડકાવી શકે છે. ઉપરાંત ઇઝરાયલની આવી કાર્યવાહીને કારણે ઇઝરાયલ માટેનું આંતરરાષ્ટ્રીય સમર્થન નબળું પડશે. દુનિયાની નજરમાં ઇઝરાયલ ગુનેગાર ઠરશે. માનવીય નુક્સાનોને અવગણવાવાળી ઇઝરાયલની કોઇપણ સૈન્ય રણનીતિ બેકફાયર થશે.
ઓબામાએ કહ્યું, ‘ગાઝામાં નાગરિક વસ્તી માટે ખોરાક, પાણી અને વીજળી પર કાપ મૂકવાના ઇઝરાયેલ સરકારના નિર્ણયથી માનવતાવાદી કટોકટી વધી જશે. ઇઝરાયલ માટે વૈશ્વિક સમર્થનને ખતમ કરી દેશે, જેને કારણે આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા હાંસલ કરવાના લાંબા ગાળાના પ્રયાસો નબળી પડી શકે છે.
નોંધનીય છે કે 7 ઑક્ટોબરના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પરના હુમલામાં 1,400 થી વધુ લોકો માર્યા ગયા હતા, ત્યારથી ઇઝરાયલે ગાઝા પર હવાઈ હુમલાઓ સાથે ભારે બોમ્બમારો કર્યો છે. ગાઝાના અધિકારીઓનું કહેવું છે કે ઈઝરાયલના હવાઈ હુમલામાં 5,000થી વધુ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે. ઓબામાએ હમાસના હુમલાની નિંદા કરી હતી અને આવા યુદ્ધોમાં નાગરિકો માટેના જોખમો અંગે ચેતવણી આપતાં ઈઝરાયલના પોતાનો બચાવ કરવાના અધિકાર માટેના તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
ઇઝરાયલ હમાસના યુદ્ધનો જે વિસ્તાર છે તે ગાઝા પટ્ટી છે. ગાઝા પટ્ટીમાં 2.3 મિલિયન લોકો રહે છે. 2007 થી ઇરાન સમર્થિત ઇસ્લામિક આતંકવાદી જૂથ હમાસ દ્વારા અહીં શાસન કરવામાં આવી રહ્યું છે. ગાઝા પટ્ટીનો વિસ્તાર ઇઝરાયલ તરફથી સતત નાકાબંધીનો સામનો કરી રહ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન ઓબામા પ્રશાસને ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ સમજૂતી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.
Waterproof મેકઅપ આ રીતે કરો
Ditch touch-ups and makeup meltdowns! This guide offers easy-to-follow steps to create a flawless, waterproof makeup look that lasts all day long.