ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં એક જ સેકન્ડમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા, BMDએ આપી જાણકારી

ઢાકાઃ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી ભૂકંપ આવ્યો છે. બાંગ્લાદેશમાં આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ચોંકાવનારી વાત એ છે કે, અહીં માત્ર એક જ સેકન્ડમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બીએમડીએ પણ પુષ્ટિ કરી છે કે, એક સેકન્ડમાં બે વખત ભૂકંપ આવ્યો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, BMD દ્વારા આપવામાં આવતી જાણકારી પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 3.7 અને 4.3 હતી. જો કે, USGS અને અન્ય એજન્સીઓએ ફક્ત એક જ ભૂકંપની જાણકારી આપી છે.

ભૂકંપની તીવ્રતા 3.7 અને 4.3ની નોંધાઈ

આ પહેલા શુક્રવારે પણ બાંગ્લાદેશની ધરતી ભૂકંપના કારણે ધ્રૂજી હતી. શુક્રવારે ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા. એટલું જ નહીં પરંતુ બાંગ્લાદેશ સાથે સાથે ભારતમાં કોલકાતા અને બંગાળના પણ કેટલાક જિલ્લાઓમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી વિગતો પ્રમાણે શુક્રવારે સવારે 10.10 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7ની નોંધાઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, સતત 17 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

5.7ની તીવ્રતાના ભૂંકપના કારણે ત્રણ લોકોના મોત

શુક્રવારે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશમાં નોંધાયું હતું. એટલું જ નહીં પરંતુ 5.7ની તીવ્રતાના ભૂંકપના કારણે બાંગ્લાદેશમાં ત્રણ લોકોનું મોત થયું હોવાની પણ જાણકારી મળી હતી. આ ભૂકંપ અંગે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ દ્વારા માહિત શેર કરવામાં આવી હતી. તે માહિતી પ્રમાણે શુક્રવારે બાંગ્લાદેશમાં 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button