ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની હત્યા અંગે મોટો ખુલાસો, ચાર્જશીટ દાખલ

ઢાકા : બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન માટે જવાબદાર વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા અંગે મોટો ખુલાસો થયો છે. જેમાં બાંગ્લાદેશ પોલીસે હાદીની હત્યા શા માટે કરવામાં આવી તેનો ખુલાસો કર્યો છે. પોલીસે હાદીની હત્યા કેસમાં 12 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

ગૃહ બાબતોના સલાહકાર જહાંગીર આલમ ચૌધરીએ અગાઉ જણાવ્યું હતું કે ચાર્જશીટ 7 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવશે. પરંતુ વિરોધ પ્રદર્શનો વચ્ચે પોલીસે એક દિવસ પહેલા દાખલ કરી દીધી હતી. ઇન્કલાબ મંચના કાર્યકરો ઢાકામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમજ હાદીની હત્યાને લોકશાહી પર હુમલો ગણાવી રહ્યા છે.

આપણ વાચો: ઉસ્માન હાદીના હત્યારા ભારતમાં પ્રવેશ્યા હોવાના બાંગ્લાદેશી મીડિયાના અહેવાલો પર BSF નો જડબાતોડ જવાબ

હત્યાનું કાવતરું અને આરોપી

પોલીસના જણાવ્યા મુજબ તપાસમાં ખુલાસો થયો છે કે રાજકીય દુશ્મનાવટને કારણે હાદીને ગોળી મારવામાં આવી હતી. જેમાં કથિત ગોળીબાર કરનાર ફૈઝલ કરીમ મસૂદ સ્ટુડન્ટ લીગ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે.

જયારે અન્ય એક આરોપી, તૈજુલ ઇસ્લામ ચૌધરી બપ્પી પર ગોળીબાર કરનાર અને અન્ય એક મુખ્ય આરોપીને ભાગવામાં મદદ કરવાનો આરોપ છે. બપ્પી સ્ટુડન્ટ લીગનો સ્થાનિક પ્રમુખ અને આવામી લીગ સમર્થિત વોર્ડ કાઉન્સિલર પણ હતા.

આપણ વાચો: ઉસ્માન હાદીનાં હત્યારા સરહદ ઓળંગી ભારતમાં છુપાયા! બાંગ્લાદેશના દાવા અંગે ભારતની સ્પષ્ટતા…

રાજકીય દ્રેષ હત્યાના કાવતરા તરફ દોરી ગયો

ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચના એડિશનલ કમિશનર મોહમ્મદ શફીકુલ ઇસ્લામે જણાવ્યું હતું કે હાદીએ જાહેર સભાઓ અને સોશિયલ મીડિયા દ્વારા તત્કાલીન અવામી લીગ અને તેની વિદ્યાર્થી પાંખ, સ્ટુડન્ટ લીગની પ્રવૃત્તિઓની ખુલ્લેઆમ ટીકા કરી હતી. આ નિવેદનોથી સ્ટુડન્ટ લીગના નેતાઓ અને કાર્યકરો ગુસ્સે થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ રાજકીય દ્રેષ હત્યાના કાવતરા તરફ દોરી ગયો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button